આહિર સમાજ દ્વારા જૂનાગઢ મુકામે જીવનસાથી પરિચય મહાસંમેલન યોજાશે. ગીરનારની ગોદમાં આવેલા મીનરાજ શૈક્ષણિક સંકુલમાં યોજાશે આ છઠુ સંમેલન લગ્નગ્રંથી માટે પરિચય મેળા થી લોકોને સંપર્કમાં લાવવા આહીર સમાજનો નવતર પ્રયોગ
આહિર સમાજ દ્વારા જૂનાગઢ મુકામે જીવનસાથી પરિચય મહાસંમેલન યોજાશે.
ગીરનારની ગોદમાં આવેલા મીનરાજ શૈક્ષણિક સંકુલમાં યોજાશે આ છઠુ સંમેલન
લગ્નગ્રંથી માટે પરિચય મેળા થી લોકોને સંપર્કમાં લાવવા આહીર સમાજનો નવતર પ્રયોગ
સૌરાષ્ટ્ર,કચ્છમાં આહિર સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે. વર્ષો થી જૂનાગઢમાં આહિર સમાજનો વસવાટ છે અને જિલ્લા મથક એવા જૂનાગઢમાં વસવાટ કરતા લોકો સાથે મળીને વર્તમાન સમયમાં સમાજના યુવાનો અને યુવતીઓને સગાઇ અને લગ્નગ્રંથી માટે એક બીજાના સંપર્કમાં લાવવા અને એક બીજાનો પરિચય થાય તે માટે વર્તમાન સમયની જરૂરિયાત મુજબ એક ઉમદા સેવા યજ્ઞ રૂપે વીર દેવાયત બોદર આહિર જ્ઞાતિ જીવનસાથી પરિચય પસંદગી સંમેલન યોજવામાં આવે છે આ માટે વધુને વધુ લોકો તેમા.જોડાય એક બીજા થી પરિચિત થાય વિસ્તાર વાદની માનસિકતા માંથી સમાજને બહાર લાવવા માટેનો એક સરાહનીય પ્રયાસ છેલ્લા ઘણા વર્ષોથી લોમાભાઈ ચાવડા અને તેમની સમગ્ર ટીમ દ્વવારા કરવામાં આવે છે આવનારી 23/05/2021ના રોજ જૂનાગઢ મુકામે ગીરનારની ગોદમાં આવેલા મીનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે તો સમગ્ર ગુજરાત અને બહાર વસતા આહિર સમાજના લોકો કે જે જીવનસાથી પરિચય મેળામાં જોડાવા માંગે છે તે આ માટેનુ નિયત ફોર્મ મેળવી પોતાની વિગતો નિયત નમૂનાના ફોર્મમાં ભરી તારીખ 30/04/2021 પેહલા (1)ક્રિષ્ના સ્ટેશનરી & ઝેરોક્ષ,મોટીપેલેસ પ્લસ,ટીંબાવાડી,રામદેવ ઓટો, બાયપાસ કોર્નર,ક્રિષ્ના પાન, એગ્રી યુનિવર્સિટી ગેઇટ -2સામે, મોતીબાગ,મોસન ઝેરોક્ષ & બુક સ્ટોર,મેરીગોલ્ડ કોમ્પ્લેક્સ, મોતીબાગ,નારાયણ ટ્રાવેલ્સ,બસસ્ટેન્ડ સામે,માધવ પાન,ગિરિરાજ સોસાયટી,, દ્વારિકાધીશ સ્ટેશનરી,રોયલ કોમ્પ્લેક્સ,ઝાંઝરડા રોડ, કુલેશ્વર એમ્પોરિયમ,પાણીની ટાકી સામે,માંગનાથ,કૃષ્ણ સિમેન્ટ,મુખ્ય ચોક દોલતપરા,, ક્રિષ્ના ડિલક્સ પાન,કલેક્ટર ઓફિસ સામે,મંગળનાથ બાપુનો ઉતારો,ભવનાથ,મચ્છુયા આહિર સમાજ,ભવનાથ જૂનાગઢમાં આ જગ્યા એથી નિયત ફોર્મ મેળવી પરત આ જગ્યાએ જમા કરાવવા આયોજકો દ્વવારા અપીલ કરવામાં આવી છે આ બાબતે કોઈ પ્રશ્નો હોય તો લોમાભાઈ ચાવડાનો 7201880155 પર સંપર્ક કરવો આવા સમાજને જોડતા અને સમાજના વર્તમાન સમસ્યાને વાચા આપવાના સમાજ સુધારા રૂપી આ કાર્યક્રમમાં વધૂને વધુ યુવક યુવતીઓ જોડાય તે માટે આયોજકો દ્વવારા અનુરોધ કરવામાં આવ્યો છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા