છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરને રસ્તામાંથી મળી 75 હજારની સોનાની ચેન,ચેન મળતાં બાળકે કર્યુ એવું કામ કે લોકો જોઈને દંગ રહી ગયા..
આપણી આસપાસ ઘણા એવા ઈમાનદાર લોકો રહે છે હંમેશા ઈમાનદારી બતાવીને મોટા દાખલાઓ બેસાડતા હોય છે.આજે આ બધા લોકોની વચ્ચે ઘણા એવા સ્વાર્થી લોકો પણ છે જે હંમેશા પોતાનો સ્વાર્થ તાકતા હોય છે.
આજે એક એવા જ બાળક વિશે જાણીએ જેને સોનાની ચેન મળતા તેને માલિકને સોંપીને ઈમાનદારી બતાવી છે.ડીસાના ભીલડી ગામમાં રહેતા અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા એક વિધાર્થીએ ૭૫ હજારની સોનાની ચેન તેના માલિક સુધી પહોંચાડી હતી.
ડીસાના બોડાલ ગામે રહેતા કિસ્મતબેન જેઓ ભીલડી જવા માટે નીકળ્યા હતા.એવામાં તેમની અઢી તોલા સોનાની ચેન અંદાજિત ૭૫ હજાર રૂપિયાની કિંમતની ચેન ક્યાંય પડી ગઈ હતી.
આ ચેન ગણેશપુરા ગામની પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીને મળી હતી,આ બાળકનું નામ ઋષિક હતું તેને આ ચેન મળતા તે લઈને તેના શિક્ષકો પાસે પહોંચી ગયો હતો અને આ ચેન આપી હતી.આમ શિક્ષકોએ તપાસ કરી અને જાણવા મળ્યું કે આ ચેન કિસ્મતબેનની છે અને પછી તેમને શાળામાં બોલાવ્યા હતા.
આમ ગામના અગ્રણીઓને પણ બોલાવ્યા હતા અને તેમને આ ચેન કિસ્મતબેનને પરત આપી હતી અને આવી જ રીતે આ બાળકનો આભાર બધા જ લોકોએ માન્યો હતો.આવી જ રીતે આ વિધાર્થીએ પોતાની ઈમાનદારી દાખવી હતી અને આ જોઈને બધા જ લોકો ખુશ થઇ ગયા હતા.આ બાળકે ઈમાનદારીનો દાખલો બેસાડ્યો હતો.