છોરા ગંગા કિનારે વાલા,મુંબઈ જઈને સૂર્યકુમાર યાદવ કેવી રીતે સુપરસ્ટાર બન્યો,જાણો ગરીબ ઘરની સંઘર્ષ પૂર્ણ કહાની..

ભારતીય ક્રિકેટના નવા સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવનો 32મો જન્મદિવસ છે.14 સપ્ટેમ્બર, 1990ના રોજ ગાઝીપુરમાં જન્મેલા સૂર્યકુમાર મૂળ ઉત્તર પ્રદેશના છે.ભાભા એટોમિક રિસોર્સ સેન્ટરમાં એન્જિનિયરની નોકરીને કારણે પિતા પરિવાર સાથે વારાણસીથી મુંબઈમાં સ્થાયી થયા હતા.સ્ટ્રીટ ક્રિકેટ રમતા સૂર્યાએ જે સપનું જોયું હતું,આજે તે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈને તેને પૂરું કરી રહ્યો છે.ભારતીય ક્રિકેટર એવા સૂર્યકુમાર યાદવને દરેક લોકો જાણતા જ હશે જયારે થોડાક દિવસ પહેલાની મેચમાં સુર્યકુમાર યાદવએ ખુબજ સારું પ્રદર્શન કર્યું હતું અને તેમને ૧૧૨ રન બનાવીને ભારતીય ટીમને વિજેતા બનાવી હતી.

સૂર્યકુમાર યાદવે બાળપણમાં જ વિચાર્યું હતું કે તે ક્રિકેટર બનશે. પરિવારજનોએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.શાળાના અભ્યાસથી માંડીને પ્રારંભિક તાલીમ સુધી કારકિર્દીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.બાદમાં તેણે વેંગસરકર એકેડમીમાં એડમિશન લીધું.ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું.પસંદગીકારો ધ્યાન આપતા નથી,છતાં મહેનત છોડી નથી.લગભગ 10 વર્ષ ઘરેલુ ક્રિકેટમાં પોતાને અજમાવ્યા અને IPLમાં રનનો પહાડ બનાવ્યા પછી તેને ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવાની તક મળી.

સૂર્યકુમાર યાદવનો પરિવાર બનારસ-ગાઝીપુર વચ્ચેના હથોડા ગામનો રહેવાસી છે.સૂર્યકુમારને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો.બનારસની ગલીઓમાં ક્રિકેટ રમતા.આ શોખ જોઈને 10 વર્ષની ઉંમરે તેના પિતા અને કાકાએ તેને મુંબઈ મોકલી દીધો.જ્યાં તેણે પોતાની મહેનતના બળ પર આજે ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.સૂર્યાના દાદા વિક્રમ સિંહ યાદવ CRPFમાં ઈન્સ્પેક્ટર હતા અને તેમને 1991માં રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.સૂર્યકુમારે 2016માં તેની મિત્ર દેવીશા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.

ત્યારે અત્યારે દિવસે ને દિવસે ખુબજ લોક ચાહના વધી રહી છે.અત્યારે અનેક લોકો સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમ બેસ્ટ પ્લેયર પણ માની રહ્યા છે.ત્યારે આજે અમે તમને સુર્યકુમારની લાઈફ સ્ટાઇલ વિષે વાત કરવાના છીએ.

જેમનો જન્મ ૧૯૯૦ માં મુંબઈમાં થયો હતો.તેમને બીકોમ સુધીનો અભ્યાસ પણ કર્યો છે.સુર્યકુમારને બાળપણથી જ ક્રિકેટ રમવાનો ખુબજ રસ હતો તેથી તેમને ક્રિકેટ એકેડેમીમાં એડમિશન પણ લીધું હતું.ત્યારે તેમના કોચએ તેમને વધારે પ્રેક્ટિસ કરવા માટે કહ્યું હતું.

દરેક મેચમાં તેમને ખુબજ સારું પ્રદર્શન કરતા તેમને રણજિત ટોફીમાં સિલેક્ટ કરવામાં આવ્યા હતા.ત્યારે તેમને તે મેચમાં પણ ખુબજ સારું પ્રદર્શન કર્યું હતું.ત્યારબાદ સુર્યકુમાર યાદવને મુંબઈ ઇન્ડિયનએ ખરીધા હતા.ત્યારબાદ તેમને કોલકત્તા ટીમએ લીધા હતા ત્યારબાદ તેમને ૨૦૧૮ માં મુંબઈ ઇન્ડિયનએ પાછા લીધા હતા.

૨૦૨૨ ની IPL મેચમાં સુર્યકુમાર યાદવને ૮ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા.ત્યારબાદ સુર્યકુમાર યાદવ ખુબજ સારું પ્રદર્શન આપી રહ્યા છે.ત્યાંરે આજે સુર્યકુમાર યાદવની લોક ચાહના ખુબજ વધી રહી છે.ત્યારે આજે તેમની જોડે મોંઘી મોંઘી ગાડીઓ પણ છે આજે તેઓ પોતાની મહેનતથી મોંઘી મોંઘી ગાડીઓમાં ફરી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »