વિદેશી યુવતી ભારત માં ફરવા આવી,અચાનક બદ્રીનાથ મંદિર દર્શન કરવા જતાં બાબા સાથે આંખ મળી ગઈ,બન્ને એ મંજૂરી થી કર્યાં લગ્ન…
આ દુનિયામાં કોઈ વ્યક્તિ ક્યારે અને કેવી રીતે બીજા વ્યક્તિના પ્રેમમાં પડી જાય છે તે કોઈ જાણતું નથી અને જે પ્રેમમાં છે તેને તેના પ્રેમ અને લાગણીઓ સિવાય કોઈની પરવા નથી હોતી.તેવી જ રીતે હવે આવા કિસ્સા સામે આવી રહ્યા છે.ત્યાં આ વિદેશી મહિલાએ એક ભારતીય બાબા સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા,મંદિર દર્શન કરવા આવેલા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.અમને વિગતવાર જણાવો.
તમને જણાવી દઈએ કે એક છૂટાછેડા લીધેલ ઓસ્ટ્રેલિયન મહિલાએ સાત ફેરા બાદ હિંદુ વિધિ બાદ શ્રીનગરના પ્રખ્યાત સિદ્ધપીઠ ધારી દેવી મંદિરમાં સંન્યાસી યોગીરાજ સિદ્ધનાથ મહારાજ બર્ફાનીદાસ બાબા સાથે લગ્ન કર્યા હતા.આ લગ્ને મંદિરમાં આવેલા ભક્તોમાં આકર્ષણ જગાવ્યું હતું.
આ મંદિરના પૂજારી લક્ષ્મી પ્રસાદ પાંડે દ્વારા હિન્દૂ રીતિ રિવાજ સાથે બાબા અને આ ઓસ્ટ્રેલિયાની મહિલાના લગ્ન કરાવવામાં આવ્યા હતા.સિદ્ધપીઠ ધારી દેવી મંદિરમાં લગ્ન કરવા માટે આવવાળી ઓસ્ટ્રેલિયન મહિલા 40 વર્ષીય જીલુંત બૂને મંદિરના પુજારીને જણાવ્યું કે તે સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રીના અવસર ઉપર બદ્રીનાથ આવી હતી.ત્યાં તેની બાબા સિદ્ધનાથ મહારાજ બર્ફાનીદાસ સાથે મુલાકાત થઇ હતી.
આમ આ સાથે તે તેના પાંચ વર્ષના દીકરા સાથે અહીંયા આવી હતી.6 નવેમ્બરથી તે બાબાના ધીંધીરાણ ચમોલી સ્થિત બંદ મહેશ્વર આશ્રમમાં રહેતી હતી,જ્યાં તે યોગ સાધના અને બ્રહ્મ વિધા સાધના કરી રહી હતી.તેના દીકરાએ બાબાને પિતા કહી દીધું હતું અને ત્યાંથી જ તેને બાબા સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો.
તે 9 ડિસેમ્બરના રોજ સિદ્ધપીઠ ધારી દેવી મંદિર પહોંચ્યા અને અહીંયાના મંદિરના પુજારીઓ સાથે વાત કરી લગ્ન કર્યા.આમ લગ્ન પછીની વાત કરીએ તો આ ઓસ્ટ્રેલિયન મહિલા જુલિયાએ લગ્ન કર્યા બાદ તેનું નામ માતા ઋષિવન રાખ્યું છે.એમબીએનો અભ્યાસ કરી ચુકેલી આ મહિલાએ હિન્દૂ ધર્મમાં અથાગ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે પોતાના બંને બાળકોના નામ પણ વિદ્વાન અને વિશાલ રાખ્યા છે.જેમાંથી પાંચ વર્ષનો દીકરો વિદ્યાન તેના લગ્નના સમયે હાજર હતો.