હોટલ પર કામ કરીને એક દિવસના 150 કમાનાર વ્યક્તિ,આજે છે દોઢ કરોડ રૂપિયાની કાર નો માલિક, કાર નાં નંબર ની કિંમત પણ આશ્ચર્યચકિત કરી દે તેવી…
દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે કોઇ સપનું અચૂક જુએ છે પરંતુ કેટલાક લોકોનું આ સપનું પૂરું થાય છે અને કેટલાકનું થઈ શકતું નથી પરંતુ કહેવાય છે ને કે જો કોઈ વ્યક્તિ પોતાના સપનાને પ્રાપ્ત કરવા માટે અથાગ મહેનત કરે તો તેને રોકી શકાતો નથી જો માણસ સતત પ્રયત્ન કરતો રહેતો એક ને એક દિવસ તેને સફળતા જરૂર મળે છે આજે તમને આ લેખના માધ્યમથી આવા જ એક વ્યક્તિ વિશે જણાવીએ.
આ વ્યક્તિએ પોતાનું ભાગ્ય પોતે જ બનાવ્યું છે અને તે એક સાઇકલ મેકેનિક થી કરોડપતિ વ્યક્તિ બન્યો છે.આ વ્યક્તિ છે ભારતના મધ્યપ્રદેશ નો રહેવાસી રાહુલ તનેજા.એક સમય એવો હતો જ્યારે રાહુલ માત્ર 150 રૂપિયા માં સાયકલ મેકેનિક તરીકે કામ કરતો હતો તેની રોજની આવક 150 રૂપિયા હતી અને તે સાઇકલ નું કામ કરતો હતો પરંતુ આજે તેણે તેની મહેનતના દમ પર દોઢ કરોડની જગુઆર કાર ખરીદી છે એટલું જ નહીં લાખો રૂપિયા આપીને તેણે પોતાની કાર માટે મનપસંદ નંબર પણ લીધો છે.
રાહુલ મંડલા જીલ્લાના એક ગામ નો રહેવાસી છે.તે પરિવારના ભાઇ-બહેનોમાં સૌથી નાનો છે શરૂઆતમાં તેમના ઘરની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી જેના કારણે તે પોતાના પિતાને મદદ કરવા માટે અને પરિવારનું ભરણપોષણ થાય તે માટે પંચર રીપેર કરવાનું કામ કરતો હતો તેની અને તેના પિતાની કમાણીથી જેમતેમ ઘર ચાલતું હતું.રાહુલ તેના પિતા સાથે ટાયરના પંચર રિપેર કરવા બહાર પણ જતો.પરંતુ આ કામ કરતા રાહુલનું પણ મોટું સપનું હતું.તે પોતાના પરિવારને ગરીબીના ચક્ર માંથી કાઢી સારું જીવન આપવા માંગતો હતો જેના માટે તેને એક તક ની જરૂર હતી.
રાહુલે પોતાનું સપનું પૂરું કરવા માટે ઘર છોડી દીધું અને બે વર્ષ સુધી એક ઢાબા પર નોકરી કરી હતી.જ્યારે દિવાળીનો તહેવાર આવતો તે દિવાળી ના સમય દરમિયાન ફટાકડા વેચવાનું કામ કરતો,હોળી આવે તો તે રંગ વેચતો અને મકરસંક્રાંતિ આવે તો તે પતંગ વેચવાનું કામ કરતો.
રાહુલ માટે સફળ થવાનો રસ્તો જરા સરળ ન હતો.પરંતુ તેણે કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માની અને જ્યારે પણ તેને પૈસા કમાવા માટે અવસર મળ્યો તો તેણે તે કામ કર્યું.રાહુલે નોકરી પણ કરી અને મોડલિંગ પણ કરી તેને મિસ્ટર જયપુર,મિસ્ટર રાજસ્થાન નો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે એટલું જ નહીં તે મેન ઓફ ધ યર પણ બની ચૂક્યો છે છેલ્લે તેણે ઓટો રિક્ષા ચલાવવાનું કામ પણ કર્યું હતું.
રાહુલે પોતાના મોડલિંગ અસાઈનમેન્ટ ની સાથે સાથે છાપાં વેચવાનું કામ પણ કર્યું હતું તેણે જે પણ નોકરી મળી તે કરી લીધી અને સારી રીતે કરી.આ નોકરીઓ કરતા કરતા તેણે પોતાના સપનાની લક્ઝુરિયસ કાર ખરીદવા માટે બચત કરી લીધી.
રાહુલે વર્ષ 2011 માં પોતાની પહેલી લક્ઝુરિયસ કાર તરીકે bmw 5 series ખરીદી હતી.તે પોતાની કાર માટે વીઆઈપી નંબર પ્લેટ પણ ઇચ્છા રાખતો હતો.તે પોતાની કાર ખરીદી અને મનપસંદ નંબર માટે વધારાનું ચુકવણું પણ કરતો.તે એવો નંબર લે તો જેમાં RJ 14 CP 0001 લખેલું હોય.
આ રીતે રાહુલ પોતાના દમ પર સતત આગળ વધતો રહ્યો અને તેને સફળતા મળતી રહી.છેલ્લે તેણે સાત વર્ષ પછી જેગવાર XJ L ખરીદી.બ્લેક કલરની આ કારની કિંમત દોઢ કરોડ રૂપિયા છે.જોકે તેણે આ કારની ડિલિવરી પણ ત્યાં સુધી ન લીધી જ્યાં સુધી તેને મનપસંદ રજીસ્ટ્રેશન નંબર ન મળ્યા.તેને એક મહિના સુધી પોતાના મનપસંદ નંબર માટે રાહ જોઈ આના માટે તેને એક મોટી રકમ પણ ચૂકવવી પડી.
રાહુલે પોતાની બંને લક્ઝુરિયસ કાર માટે એક સમાન નંબર લીધા છે.જેગુઆર માટે તેને 16 લાખ રૂપિયા નંબર માટે આપ્યા હતા અને બીએમડબલ્યુના રજીસ્ટ્રેશન માટે તેણે 10 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.રાહુલ 1 અંકને પોતાના માટે ભાગ્યશાળી માને છે.
જણાવી દઈએ કે રાહુલ 1996માં એક સ્કુટી ખરીદી હતી જેના માટે પણ તેને 23 23 નંબર લીધો હતો જેનો સરવાળો કરીએ તો દસ આવી જાય છે જોકે ત્યારે તેની પાસે મનપસંદ ના નંબર લેવા માટે પૈસા ન હતા જેના કારણે તેણે આ રીતે સમજૂતી કરી હતી.