ગરમા ગરમ ઉકળતા તેલમાં હાથ નાંખીને તળે છે આ વ્યક્તિ પકોડા,આ વિડીયો જોઈને તમે પણ મોંમાં આંગળા નાખી જશો…
પકોડા એવી વસ્તુ છે જેને ખાવાનું દરેક વ્યક્તિ પસંદ કરે છે વરસાદ હોય કે ઠંડીની ઋતુ ગરમાગરમ પકોડા ખાવાની મજા જ અલગ હોય છે.પકોડા ને તડવા માટે ગરમ તેલ ની જરૂર પડે છે.જ્યારે તેલ સારી રીતે ઉડી જાય ત્યારે તેમાં પકોડા તળવામાં આવે છે.આ તેલ એટલું ગરમ હોય છે કે પકોડા ને લાંબા ઝારાની મદદથી કાઢવા પડે છે.પકોડા બનાવતી વખતે સૌથી મોટું એ વાતનું હોય છે કે તેમાં ગરમ તેલથી દાજી ન જવાય.
આવા ગરમ તેલમાં પકોડા તરતી વખતે જો હાથમાં એક છાંટો પણ ઉડી જાય તો હાલત બગડી જાય છે.પરંતુ આજે તમને એક એવા વ્યક્તિ નો વિડીયો દેખાડીએ જેને જોઇને તમે પણ મોંમાં આંગળા નાખી જશો.
આ વ્યક્તિ ગરમા ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળે છે.આ કામ માટે કોઈ સ્ટંટ માટે નહીં પરંતુ રોજેરોજ કરે છે.તેની પોતાની પકોડા ની દુકાન છે અને અહીં સ્વાદિષ્ટ પકોડા બને છે જેનો સ્વાદ માણવા માટે રોજ મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે.પરંતુ હવે આ વ્યક્તિ તેના સ્વાદિષ્ટ પકોડાની સાથે પકોડા તળવાની રીત ના કારણે પણ પ્રખ્યાત થઈ ગયો છે.
View this post on Instagram
આ અનોખી રીતે પકોડા તલનારા વ્યક્તિ નો વિડીયો મુંબઈના એક ફૂટ બ્લોગરે શેર કર્યો છે.તેને તેના વીડિયોમાં જણાવ્યું કે ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તો તો આ વ્યક્તિ જયપુર નો રહેવાસી છે.આ વ્યક્તિનું નામ કિશન છે.તે ગરમ તેલની કડાઈમાં હાથ બોળીને પકોડા બહાર કાઢી લે છે.
હવે સોશિયલ મીડિયા પર આ વ્યક્તિ નો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.લોકો આ વ્યક્તિના ટેલેન્ટને જોઈને તેના વખાણ કરે છે.તો કેટલાક લોકો તેને મૂર્ખતા પર પણ ગણાવે છે.લોકો એવું પણ કહ્યું છે કે વીડિયોમાં જે જોવામાં આવ્યું તેને ઘરે ટ્રાય ન કરવું આમ કરવું મોટું રિસ્ક નું કામ છે.તો કેટલાક લોકો પકોડા બનાવનાર વ્યક્તિ ને સાફ-સફાઈ ને લઈને સલાહ આપે છે.
જોકે ભોજન બનાવતી વખતે પોતાનું ટેલેન્ટ દેખાડવું એ વાત નવી નથી આ પહેલાં એક વ્યક્તિ નો વિડીયો વાયરલ થયો હતો જે ખૂબ જ ઝડપથી શાકભાજી સુધારી અને લોકોને ગરમા-ગરમ વાનગી સર્વ કરતો હતો.આ સિવાય ગાઝિયાબાદ નું એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ ગરમ તવા પર હાથ વડે જ પુડલા બનાવી દે છે.તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.