એવો વ્યક્તિ કે જેણે પોતાના ઘરને બનાવી દીધું ખેતર, ખેતી માંથી દર વર્ષે કમાય છે આટલાં લાખ રૂપિયા…..

નોકરી હોય કે પછી બિઝનેસ,જો વ્યક્તિની રૂચિ અને યોગ્યતા અનુસાર હોય તે વ્યક્તિ માત્ર તરક્કી જ નથી કરતો પણ નવી મિસાલ પણ કાયમ કરે છે.એવી જ કહાની ઉત્તર પ્રદેશના બરેલી શહેરના રહેવાવાળા રામવીર સિંહની છે,જેમણે પોતાના મનનું સાંભળ્યુ અને મોટા પગારવાળી પ્રાઇવેટ કંપનીની નોકરી છોડીએ કામ કરવાનું શરૂ કર્યુ જેમાં તેની આત્માને પ્રસન્નતા મળે.રામવીર સિંહે હવે એ કરી બતાવ્યુ છે જેના વિશે વિચારી પણ ન શકાય.તેણે ત્રણ માળના ઘરને જ ખેતર બનાવી દીધુ અને દર વર્ષે હવે મોટી કમાણી કરે છે. બરેલીના પીલીભીત રોડ પર રહેતા રામવીર સિંહને કુદરત અને હરિયાળી સાથે ખૂબ જ પ્રેમ છે,પરંતુ તે જીવનનિર્વાહ માટે દિલથી પ્રાઈવેટ નોકરી કરી રહ્યો હતો.

પરંતુ પાંચ વર્ષ પહેલા તેણે કંઈક એવું જોયું જેના કારણે તેણે નોકરી છોડી દીધી અને પોતાના ઘરે ખેતી કરવાનું નક્કી કર્યું. રામવીર સિંહે તેમના ત્રણ માળના ઘરના ટેરેસ અને બાલ્કનીને ખેતર બનાવી દીધુ છે અને ઘરે ઉગાડવામાં આવતી શાકભાજી અને તેમના અદ્યતન ખેતી જ્ઞાનથી દર વર્ષે 70 લાખની કમાણી કરી રહ્યા છે.રામવીર સિંહના ઘરમાં 10 હજારથી વધુ છોડ રોપવામાં આવ્યા છે.ઘરે ઉગાડવામાં આવતી સ્ટ્રોબેરી, કોબીજ,ભીંડા,કેપ્સિકમ અને અન્ય શાકભાજી જોવા લોકો દૂર-દૂરથી આવે છે.આ દિવસોમાં ઓર્ગેનિક શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોની ખૂબ માંગ છે.

આવી સ્થિતિમાં, રામવીર સિંહ જે ઓર્ગેનિક શાકભાજી કેમિકલ અને ખાતર અને જંતુનાશકો વિના ઉગાડી રહ્યા છે તેની વધુ માગને કારણે મોટી કમાણી થઈ રહી છે.રામવીર સિંહ પોતાના ઘરમાં માટી અને રાસાયણિક ખાતર વગર કોબી,ટામેટા,કેપ્સિકમ,ટામેટા સહિત તમામ શાકભાજી ઉગાડી રહ્યા છે.તેઓ હાઇડ્રોપોનિક ખેતી કરી રહ્યા છે(માટી વગર પાણીથી ખેતી).જેમાં 90 ટકા ઓછી માત્રામાં પાણીનો ઉપયોગ થાય છે.હાઈડ્રોપોનિક ખેતીનો વિચાર રામવીર સિંહને ત્યારે આવ્યો જ્યારે તેઓ દુબઈ ગયા જ્યાં તેમણે ખેતીની આ પદ્ધતિ જોઈ અને પ્રભાવિત થયા અને પછી ભારત આવીને ઈન્ટરનેટ અને મુંબઈમાં સર્ચ કર્યું.

કોલકાતા તાલીમ લેવા ગયા.ત્રણ વર્ષ પહેલા પોતાના ઘરની બાલ્કની ટેરેસ પર તેમણે હાઈડ્રોપોનિક ખેતી શરૂ કરી હતી. રામવીર સિંહ હવે લોકોને આ પ્રકારની ખેતી કરવાની તાલીમ પણ આપી રહ્યા છે.રામવીર સિંહ પાસેથી હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગ શીખવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે.અને તેઓ પોતે પણ લોકોના કહેવા પર તેમના ઘરે આ ફાર્મિંગ સેટઅપ કરાવવા જતા રહે છે.આ માટે રામવીર સિંહે સૌપ્રથમ સ્ક્વેર યાર્ડની છત પર ચાર ઈંચ જાડી પીવીસી પાઈપ લગાવી અને તેમાં નેટ-કપ મુકવાને બદલે તેમાં સેંકડો પાઈપ નાખ્યા.રામ સિંહે પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પાઈપના ઢાળ પ્રમાણે પાઈપ એકબીજા સાથે જોડાયેલા હોય છે.

અને એક ભાગમાંથી મોટર દ્વારા પાણી ફરે છે.આમ કરવાથી તમામ પાઈપોમાંથી પાણી ફરી ટાંકીમાં જાય છે.જેના કારણે છોડ પણ ટકી રહે છે અને તેમાં પાણી પણ ઓછું હોય છે. તેમણે કહ્યું કે હાઇડ્રોપોનિક ફાર્મિંગ માટે સો પ્લાન્ટ પાઇપ, સ્ટેન્ડનો ખર્ચ લગભગ 12 લાખ રૂપિયા છે.રામવીર સિંહને માત્ર ત્રણ વર્ષની મહેનતમાં આટલી સફળતા મળી છે. રામવીરના કામની પ્રશંસા કરતા, UNEPના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એરિક સોલ્હેમે વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું-વાહ,યુપી,ભારતનો આ વ્યક્તિ 70 લાખ રૂપિયાના પોતાના ત્રણ માળના ઘરમાં માટી વગર, કેમિકલ વગર શાકભાજી ઉગાડી રહ્યો છે.

એક રીપોર્ટ અનુસાર,રામવીરે હાઇડ્રોપોનિક્સ વિધિથી અલગ અલગ રીતના 15 હજાર છોડ અને વેલ ઉગાડી રાખી છે.જીવનમાં એક ઘટના બાદ રામવીરે નક્કી કર્યુ કે તે ઓર્ગેનિક ખેતી કરશે.તેમના મિત્રના કાકાનું કેન્સરથી નિધન થઇ ગયુ.તે કોઇ નશો કરતા નહોતા.બાદમાં ડોક્ટરોએ જણાવ્યુ કે,તેનું કારણ જંતુનાશક દવા હોઇ શકે છે.જે શાકભાજી કે પછી ઘરમાં આવનાર કોઇ અન્ય ખાવાની વસ્તુ માટે ઉપયોગમાં લેવાયુ હોય.તે બાદ એક અભિયાન કરીકે રામવીર ઓર્ગેનિક ખેતી કરવા નીકળ્યા.રામવીરનું પૂરુ ધ્યાન ખેતી પર છે અને નવગુજરાત ટાઇમ્સના રીપોર્ટ પ્રમાણે તે પત્રકારનું કામ ફ્રીલાંસિંગ કરે છે.તે 60 રૂપિયા પ્રતિ કિલો ઘઉંનો લોટ,ચોખા 130 રૂપિયા કિલો અને ગોળનો પાવડર 150 રૂપિયે કિલો વેચે છે.તે નાના ખેડૂતોને વિનામૂલ્યે પ્રશિક્ષણ પણ આપે છે.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »