એક એવું મંદિર જ્યાં દીવો પાણીથી બળે છે,ઘીથી કે તેલથી નહીં
આપણો ભારત દેશ એ ખૂબ જ શ્રદ્ધાળુ છે.અનેક જગ્યાઓએ ચમત્કારિક મંદિરો આવેલા છે.સનાતન ધર્મમાં મૂર્તિની પૂજા નો ખૂબ જ અનેરૂ મહત્વ રહેલું છે.એટલે જ આપણા દેશને આસ્થાનો દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.દરેક ધર્મને પોતાના ભગવાન અને દેવી-દેવતાઓની પૂજવાની છૂટ રહેલી છે.આજે અમે તમને એક એવા ચમત્કારી દેવી ના મંદિર ની વાત કરવાના છીએ.તો ચાલો તેના વિશે જાણીએ.
જેમાં તેલ કે ઘી ની જરૂર પડતી નથી.જેમાં દીવો પ્રગટાવવા માટે તેલ કે ઘી ની જરૂર પડતી નથી.પરંતુ તે માત્ર પાણીથી જ વર્ષોથી દિવસો સુધી સળગી રહ્યો છે.મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લા માં આ મંદિર આવેલું છે.ગટીયા ખાટ માતાજી નામથી આ મંદિર પ્રખ્યાત છે.કાલીસિંઘ નદીના કિનારે નાલખેડા અગરમાલવા ગામની થી 15 કિલોમીટર દૂર ગડિયા ગામ આવેલું છે.
ભક્તો માનતા માને છે.અને અહીંયા લાખો ભક્તો દિવાના દર્શન કરવા માટે આવે છે.એવું કહેવાય છે કે,આ દીવો વર્ષોથી એવોને એવો જ સળગી રહ્યો છે.દીવામાં પાણી નાખતા પાણી ચીકણા પ્રવાહીની જેમ ચીકણો બની જાય છે.અને સતત સળગતો રહે છે.આ એક ચમત્કારથી કમ નથી.
મંદિરમાં પૂજા કરતા પૂજારી પ્રસિદ્ધ શિવજી કહે છે કે,પહેલા તેલનો દીવો પ્રગટાવવામાં આવતો હતો.પરંતુ એક વખત સપનામાં આવીને પાણી માં દીવા પ્રગટાવવા માટે કહ્યું,જ્યારથી પાણીથી દીવો સળગાવ્યો છે.ત્યારથી આ ખાલી નદીના પાણીનો જ દીવો પ્રગટાવવામાં આવે છે.
પહેલા તો પુજારીની વાત કોઈ માનતું ન હતું કોઈને વિશ્વાસ ન આવતો હતો.પરંતુ જ્યારે તેણે બધા ગામ લોકોએ દીવામાં પાણી રેડતા ત્યારે જ તેઓ માનવા લાગ્યા અને તેના પર ખૂબ જ શ્રદ્ધા રાખવા લાગ્યા.આપણે એવું જાણ્યું છે કે પાણીથી અગ્નિ બુઝાઈ જાય છે.પરંતુ આ મંદિરમાં ઘી કે તેલથી નહિ પરંતુ પાણીથી જ દીવો પ્રગટે છે.તેનું કારણ આજ સુધી વૈજ્ઞાનિકો જાણી શક્યા નથી.
પૂજારીના જણાવ્યા અનુસાર દીવો વરસાદ દરમિયાન પ્રગટાવવામાં આવતો નથી.કારણ કે,વરસાદની મોસમમાં પાણીનું સ્તર વધારે વધી જાય છે.અને મંદિર કાલીસિંઘ નદીના પાણીમાં ડૂબી જાય છે.એટલે પૂજા કરવી શક્ય નથી.આ દીવો વરસાદના આગમન સુધી પ્રગટ થતો રહે છે.