ગુજરાતના ગામડાની સાધારણ કરોડપતિ મહિલા,65 વર્ષ ની ઉંમરે કમાય છે મહીને લાખો રૂપિયા,યુવાનોને આપે છે પ્રેરણા…

આપણા રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય સતત વધી રહ્યો છે.પશુપાલન નો વ્યવસાય કરતા લોકો દર મહિને સારી એવી કમાણી પણ કરતા હોય છે.આજે તમને બનાસકાંઠાના 65 વર્ષના આવા જ એક દાદી વિશે જણાવીએ.65 વર્ષના આઝાદી ભેંસ દોહવાનું કામ કરે છે અને તેનું નામ નવલબેન ચૌધરી છે.

65 વર્ષ ની ઉંમર માં ઘણા લોકો ખાટલામાં પડયા હોય અથવા તો દવાખાને હોય એ સ્વભાવિક છે.આજના સમયય માં કરોડો કમાવા વાળા પણ લોકો પડયા છે.જેમની ઉમર અને એમની આવક જોતા એમ લાગે કે આ બધું શક્ય છે જ નહિ આ બધું ખોટું છે.

બનાસકાંઠા ના દાદી જેમી ઉંમર 65 વર્ષ જેટલી છે જેમના કામ થી નારી સશક્તીકરણ નું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહયા છે.તો ચાલો જાણીએ આ દાદી વિષે કે કેવી રીતે આટલી મોટી ઉંમરે પણ વર્ષે કરોડો નો નફો કમાઈ રહયા છે.

આ દાદી કોઈ જિલ્લાના કલેક્ટર હોય અથવા તો સારી કંપનીના સીઈઓ હોય તેના કરતાં પણ વધારે કમાણી કરે છે. આ દાદી દર મહિને 11 લાખ રૂપિયા ની આવક દૂધમાંથી મેળવે છે. તે એક વર્ષમાં 1100 લીટર થી વધુ દૂધ ભરાવીને સૌથી વધુ દૂધ ભરાવાનો રેકોર્ડ પણ બનાવી ચૂક્યા છે.

દર પંદર દિવસે નવલબેન ના ખાતામાં સાતથી આઠ લાખની આવક જમા થાય છે.વર્ષ દરમિયાન તેઓ એક કરોડથી વધારેની આવક મેળવે છે.તેમનો પશુપાલનનો વ્યવસાય એટલો મોટો થઈ ગયો છે કે હવે તેણે 10 લોકો પણ રાખ્યા છે કામ કરવા માટે.વૃદ્ધ દાદીએ 15 વર્ષ પહેલાં 15 પશુ સાથે આ વ્યવસાય ની શરૂઆત કરી હતી.હવે તેમની પાસે 180 દુધાળા પશુઓ છે.

નવલબેનનું માનવું છે કે દરેક મહિલાઓએ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઇએ અને પશુપાલનનો વ્યવસાય એવો છે જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે પોતાનો પરિવાર પગભર થાય છે મહિલા આત્મનિર્ભર બને છે અને એક કલેકટર કે કંપનીના સીઈઓ કરતા પણ વધુ કમાણી ઘરે બેઠા કરી શકાય છે.

બનાસ ડેરીમાં એક વર્ષ માં સૌથી વધુ દૂધ ભરાવી લાખોની કમાણી કરતી આ મહિલાને સૌથી વધુ દૂધ ભરાવવાનો સરકાર તેમજ બનાસડેરીમાંથી એવોર્ડ મળતા અને અવ્વલ નંબરે આવતા તેમણે ખુશી વ્યક્ત કરી છે.અને સાથે જ હજુ પણ વધુ પશુઓ લાવી આગામી સમયમાં પણ તેઓ પશુપાલન વ્યવસાયમાં અવ્વલ રહેવા માગે છે.

નવલબેન નો પરિવાર ખૂબ જ ગરીબ હતો પરંતુ આ વ્યવસાય શરૂ કર્યા પછી ધીરે ધીરે તેમની આર્થિક સ્થિતિ પણ શુદ્ધરવા લાગી.પશુપાલન નો તેમને શોખ હોવાથી તેઓ આ કામને આનંદથી કરે છે અને સારી એવી કમાણી પણ મેળવી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »