રાષ્ટ્રશક્તિ એકતા મંચ બનાસકાંઠા દ્રારા મીઠીવાવની દિકરીને કન્યાદાન કરી કરીયાવર અપાયો
બનાસકાંઠા જીલ્લામાં કાર્યરત રાષ્ટ્રશક્તિ એકતામંચની બહેનો દ્રારા જીલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જેના ભાગરુપે પાલનપુર શહેરમાં આવેલ મીઠીવાવ વિસ્તારના એક ગરીબ પરિવાર ની દિકરીના લગ્ન પ્રસંગે રાષ્ટ્રશક્તિ એકતામંચની બહેનો અને દાતાોોના સહયોગ દ્રારા દિકરીને કન્યાદાન કરી ઘર વપરાશની ચીજવસ્તુઓ સહિત કરીયાવર આપવામાં આવ્યુ હતુ આ શુભ પ્રસંગે
સંસ્થાના જીલ્લાપ્રમુખ સુનિતાબેન પઢીયાર તેમજ નિતાબેન કેલા , નિતાબેન પ્રજાપતિ ઈર્ષીતાબેન રાઠી. અનિલભાઈ ચક્રવતી. હિતેશ. ભાઈ ગોહિલ ભાઈ પ્રજાપતિ. દિનેશભાઇ દેસાઈ. જાગતાપ કેયુરભાઈ પ્રજાપતિ તેમજ અન્ય સેવાભાવી સભ્યો હાજર રહી દિકરીના લગ્નપ્રસંગને દીપાવતાં પ્રસંગમાં હાજર તમામ લોકોએ આ સંસ્થાની આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી
રિપોર્ટ ઇમરાનખાન મોગલ બનાસકાંઠા