બનાસકાંઠા જીલ્લા ના ધાનેરામાં ઉતરાયણની નકામી દોરીના અંદાજે 22 કિલો જેટલા ગુચ્છા ઓનો જીવદયા પ્રેમીઓ દ્વારા કરાયો નાશ

બનાસકાંઠા જીલ્લા ના ધાનેરામાં ઉતરાયણની નકામી દોરીના અંદાજે 22 કિલો જેટલા ગુચ્છા ઓનો જીવદયા પ્રેમીઓ દ્વારા કરાયો નાશ

ઉતરાયણ દરમિયાન વેડફાતી દોરી અને અબોલ જીવ જેવા કે પશુ અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે. દોરી ક્યાંક ધાબા પર, તાર પર કે ઝાડ પર લટકતી હોય છે જ્યાં આકાશમાં ઉડતા પક્ષીઓની પાંખ એમાં ફસાઈ જાય છે અને અંતે અબોલ જીવ તરફડીને પોતાનો જીવ ગુમાવે છે અને રોડ પર પડેલા દોરીના ગુચ્છા કે જે રખડતાં ઢોર ચાવીને ખાય છે જેથી ઝેર સમાન કેમિકલ અને કાચના ટુકડા એમનાં આંતરડાને નુકશાન કરે છે.

 

આવા સમયમાં ધાનેરા વિસ્તારમાં જીવદયાનું કામ કરતી એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્યો દ્વારા દોરીના ગુચ્છા એકઠા કરવા અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે 1 કિલોના 100 રૂપિયા ચૂકવીને દોરા એકત્રીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.

એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પારસભાઈ સોની એ જણાવ્યું કે આ દોરા એકત્રીકરણ કરીને અબોલ જીવને જીવતદાન આપવાનું સેવા કાર્ય 2016 થી સંસ્થા દ્વારા થઈ રહ્યું છે અને આ વર્ષે 2021 ના ગુચ્છા એકત્રિત કરવા અને બાળકોને પ્રોત્સાહન આપવા માટે ચંપકલાલ સી. જાની આર્થિક સહયોગી દાતા થયા છે.

આ વર્ષે 22 કિલો જેટલા દોરા ભેગા કરાયા છે અને આજે ઉમાકાન્ત ભાઈ મિસ્ત્રી, ચંપકલાલ જાની, મનીષભાઈ ખંડેલવાલ, સીતારામજી પૂજારીજી, અરવિંદભાઈ પંચાલ અને તુલસીભાઈ ત્રિવેદી ની હાજરીમાં એનો નાશ કરવામાં આવ્યો છે.

 

 

રીપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »