જમનાકુંડ ખાટકીવાડમાંથી ગેરકાયદેસર ગૌમાંસ (બીફ) નો ૨૫૦ કિલો જથ્થો ઝડપી પાડતા એ.એસ.પી. ભાવનગર અને એમની ભાવનગર શહેર પોલીસની ટીમ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવ નગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર શહેર/જિલ્લામાં ગેરકાયદેસર ગૌમાંસ વેચતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ.

 

આજરોજ શ્રી. સફીન હસન, મદદનીશ પોલીસ અધિક્ષક, ભાવનગર વિભાગ નાઓને હકીકત મળેલ કે, “ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારનાં *જમનાકુંડ ખાટકીવાડમાં સઈદા પાનની સામેના ખાંચામા* કતલખાના સામે રહેતો આશીફ મહેબુબભાઈ સુવાણ/ખાટકી પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર ગૌમાસ (બીફ) નો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની હકીકત મળેલ. જે હકીકતની ગંભીરતા લઈ સફીન હસન સાહેબે સત્વરેથી નાઈટ રાઉન્ડમાં રહેલ ઘોઘારોડ પો.સ્ટેના પો.ઈન્સ.શ્રી આર.આઈ.સોલંકી નાઓને બાતમીવાળી જગ્યાએ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ. જેથી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા (૧) આશીફ મહેબુબભાઈ સુવાણ/ખાટકી ઉ.વ.૨૨ ધંધો.મટનનો વેપાર રહે.જમનાકુંડ કતલ ખાના સામે ખાટકીવાડ ભાવનગર તથા (૨) શબ્બીર મહેબુબભાઈ સુવાણ ઉ.વ.૧૮ ધંધો.મટનનો વેપાર રહે. જમનાકુંડ કતલખાના સામે ખાટકીવાડ ભાવનગર નાઓ હાજર મળી આવેલ. તેઓના કબ્જા માંથી શંકાસ્પદ ગૌમાંસ (બીફ‌) મળી આવેલ. જેનું એફ.એસ. એલ. અધિકારી પાસે પરિક્ષક કરાવતા ગૌમાંસનો જથ્થો *૨૫૦/- કિલો* કિરુ. ૫૦,૦૦૦/- તથા લોખંડના કોયતા, છરો, સુયો, ઈલેક્ટ્રીક વજન કાંટૉ તેમજ માંસ કાપવામા ઉપયોગમા લેવાતો ગોળ લાકડાનો ટુકડો (ખોળ) વિગેરે મળી કુલ કિરુ. ૫૨,૫૦૦/-નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે.

મજકુર પકડાયેલ ઈસમોને આ ગૌમાંસ કોણે આપેલ તે બાબતે પુછપરછ કરતા ભાવનગર વડવા ચબુતરા પાસે રહેતા હિંદુસ્તાની લોજ વાળા ગફાર ભાઈ ખાટકી પાસેથી વેચાતો લાવેલ હોવાનુ જણાવેલ.

 

જેથી ઉપરોક્ત *ત્રણેય* ઈસમો વિરુધ્ધ “ ધ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનીયમ ૧૯૫૪ ની કલમ-૫ (૧-ક) તેમજ આ કાયદાના સુધારા અધિનીયમ સને-૨૦૧૧ ની કલમ-૬ ખ (૧)(૨) તેમજ આ કાયદાના સુધારા અધિનીયમ સને- ૨૦૧૭ ની કલમ-૮(૪) ” મુજબ ગંગા જળીયા પો.સ્ટે માં ગુનો રજીસ્ટર કરેલ છે.

 

આ ગુન્હાની તપાસ એ.એસ. પીશ્રી સફીન હસન સાહેબની સીધી દેખરેખ અને માર્ગ દર્શન હેઠળ ગંગા જળીયા પો.સ્ટે ના પો.ઈન્સ શ્રી ડી.એમ. મિશ્રા નાઓ ચલાવી રહેલ છે.

 

આ સમગ્ર કામગીરીમાં શ્રી સફીન હસન, મદદનીશ પોલીસ અધિક્ષક, ભાવનગર વિભાગ, ભાવ નગર તથા પો.ઈન્સ આર.આઈ.સોલંકી, પો.સ.ઈ શ્રી ટી.એલ.માલ, એ.એસ. આઈ. આર.કે.ગોહીલ, જે.જે.સરવૈયા તથા પો.કો.જે.જે.જાડેજા, ગોરધન ભાઈ ભીખાભાઈ ઘોઘારોડ પોલીસ સ્ટેશન તથા પો.સ.ઈ શ્રી એસ.એમ. સીસોદીયા ગંગાજળીયા પો.સ્ટે, તથા પો.સ.ઈ શ્રી જે.એમ.યાદવ ભરતનગર પોલીસ સ્ટે. ભાવનગર વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »