ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે આવેલ કબ્રસ્તાનમાં કાજીબાપુના પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી ઈદની અનેરી ઉજવણી કરવામાં આવી.
ઉમરાળા માં આજ રોજ રમજાન ઈદ નાં પવિત્ર તહેવાર નિમિતે ઉમરાળાનાં કાજીબાપુના પરિવાર તરફથી કબ્રસ્તાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પર્યાવરણનાં ચાહક ઈલિયાસભાઈ કુરેશી એ આ પ્રસંગ અનુરૂપ દરેક સમાજના લોકો માટે એક સંદેશ આપવામાં આવ્યો હતો કે આપણે વૃક્ષો પાસે થી ફળ,ફુલ, ઑક્સિજન,દવાઓ,છાંયડો વિગેરે લેતાં આવી છીએ તો આપણી પણ ફરજ બને છે કે આપણે નવા વૃક્ષોને વાવીએ આ ધરતીને હરિયાળીથી લીલીછમ બનાવીએ તેવી નેમ લીધી
આ કાર્યક્રમમાં સંસ્કાર મંડળ ઉમરાળા વતી વિનોદભાઈ સવાણી,પરેશભાઈ મકવાણા, વિનોદગીરી(એડવોકેટ)ઉમરાળા મુસ્લિમ સમાજના પ્રમુખ અસ્લભાઈ સેલોત,ટાઇમ સ્ટોરી બ્યુરો ચીફ જબ્બારભાઈ કુરેશી,તેમજ તેમનો સહ પરીવાર ખાસ ઉપસ્થિત
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા