બોટાદ શહેર ની મધ્યમાં આવેલ સૌથી જુનો નવરંગ સ્ટુડિયો પર બુલડોઝર ફેરવી ઞુનેગાર ફરાર..
બોટાદ શહેર ની મધ્યમાં આવેલ સૌથી જુનો નવરંગ સ્ટુડિયો પર બુલડોઝર ફેરવી ઞુનેગાર ફરાર..
બોટાદ નો સૌથી પોશ એરિયા મનાતો સ્ટેશન રોડ પર આવેલ સૌથી પૌરાણિક વીડિયો નવરંગ સ્ટુડિયો અને તેની બાજુના મકાન પર અજાણ્યા શખ્સો બુલડોઝર ફેરવી રાતના અંધારામાં ગાયબ થઇ ગયા. આ ઘટના બનવાથી આવડા મોટા મકાન તોડવાના વાહન સાથે આવેલ વ્યક્તિ કોણ હતો?? શા માટે આ મકાન તોડી પાડવામાં આવ્યું ?? કોઈ જૂના વિવાદનો અંત લાવવા માટે કોઈ ની દોરવણી થી કે પછી આયોજન બધ્ધ રીતે અધિકારી ઓની મિલીભગત સંડોવણી સાથે આ કામ ને અંજામ આપવામાં આવ્યો છે
?? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે ચોક્કસ થી કહી શકાય કે બોટાદ માં સોનાની લગડી જેવી જમીન ઉપર કબજો મેળવવા માટે વર્ષો પહેલાં પતરાં વાળી સ્કૂલ ને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો જે પુનરાવર્તન સાથે પોલીસ નો ડર રાખ્યા વગર પોલીસ સ્ટેશન ની નજીક મકાન તોડવા ના મસમોટા સાધન વડે બિલ્ડીંગ ધરાશાયી કરી સાધન સહીત શખ્સ પલાયન થઈ જાય જે પોલીસથી બેખૌફ બની આવી ઘટના ને અંજામ અપાયો છે જે બોટાદ પોલીસ તંત્ર ને સણસણતો તમાચો છે હવે જોવાનું એ રહે છે કે કોઈ પણ વ્યક્તિ ને હાજર કરી કાગળ પર નાં કામ બતાવી ભીનું સંકેલી દેવામાં આવે છે કે પછી ફરી વાર બિલ્ડીંગ બનાવી જમીન માફીયા રાજ ને અટકાવવા માંટે જડબાતોડ જવાબ આપવામાં આવે છે તે જોવું રહ્યું
રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ