બોટાદ ખાતે દીપચંડી સંન્યાસ આશ્રમમાં લેખન ડોટ કોમ દ્વારા કોરોનાવોરીયસઁનુ પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું
બોટાદ ખાતે દીપચંડી સંન્યાસ આશ્રમમાં લેખન ડોટ કોમ દ્વારા કોરોનાવોરીયસઁનુ પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું
સમગ્ર lockdown દરમિયાન જે કોઈ વ્યક્તિએ સેવાકીય પ્રવૃત્તિ કરેલ હોય અને કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી કરેલ હોય તેવા ડોક્ટર નર્સ પોલીસ એમ્બ્યુલન્સ કર્મચારી તેમજ મીડિયાકર્મીઓ નો સન્માનનો કાર્યક્રમ બોટાદ ખાતે દીપચંડી સંન્યાસ આશ્રમમાં રાખવામાં આવેલ હતો
કોરોના વોરીયસઁ તરીકે જે વ્યક્તિઓએ કામગીરી કરેલી છે તેવા વ્યક્તિઓને આખા ગુજરાતમાં રૂબરૂ મળી અને કામગીરીને બિરદાવવા માં આવી હતી તે કામગીરીનું હસ્ત લિખિત પુસ્તક બોટાદના કોરોના વોરિયર્સ તરીકે ડોકટર.નસઁ એમ્બ્યુલન્સ ડ્રાઇવર તેમજ મીડિયાકર્મીઓ તેમજ પોલીસ કર્મીઓ ને આપી સન્માનિત કરી પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું
આ હસ્ત લિખિત પુસ્તક ગુજરાત રેકોર્ડ્ ઓફ બુકસમાં સ્થાન પામેલ છે જે પુસ્તક માં 18,000 શબ્દોથી લખાયેલ છે આ પુસ્તક લખવા માટે લેખિત ડોટ કોમ ની ટીમ દ્વારા આખા ગુજરાતમાં પ્રવાસ કરી ઠેક ઠેકાણેથી માહિતી એકત્રિત કરી અને આ પુસ્તક હસ્તલિખિત લખવામાં આવેલ છે જેને ગુજરાતમાં ગુજરાત રેકોર્ડ ઓફ બુકમાં સ્થાન આપવામાં આવે છે
હવે આ પુસ્તક હિન્દ રેકોર્ડ ઓફ બૂકમાં સ્થાન પામવા માટેની કાર્યવાહી શરૂ થઇ ગયેલ છે