ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના ઘટી
ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના ઘટી
ગઈકાલે વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન હોય ત્યારે ભાજપ દ્વારા બોગસ મતદાન થતું હોવાની વાત બહાર આવતા કોંગ્રેસના કાર્યકરો કન્યા વિદ્યાલય સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં વાત ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના ઘટી જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેર્યું હતું અને મામલો શાંત પાડયો હતો જેમાં બોટાદ ડીવાયએસપી સાહેબ સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ઇજા ગ્રસ્ત કોંગ્રેસના કાર્યકર રમેશભાઈ રાઠોડ ને સારવાર અર્થે સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રિપોર્ટ માધવી બેન કંડોળિયા