તળાજાના ગોરખી ગામે રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા બે લોકો પર જીવલેણ હુમલો

તળાજાના ગોરખી ગામે રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા બે લોકો પર જીવલેણ હુમલો

ભાવનગર નાં તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતા ડોડીયા નરસિંહભાઈ થોભણભાઈ ઉ. વ 45 અને મકવાણા લાલજીભાઈ માધાભાઈ ઉ. વ 50 બન્ને પોતાનાં ઘરે થી દેવલી દકાના રોડ શેત્રુજી નદી વાળા રોડ થી પોતાની વાડી તરફ જતા હોય ત્યાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન કરતા રેતી માફિયાઓ દ્વારા તેવો ને ગાડી ઉપર જ લોખંડ નાં પાઈપ, ધારીયા, કુહાડી જેવાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં નરસિંહભાઈ ને બન્ને પગ પર ખુબ વધુ ઘા ઝીંકી તેનાં બન્ને પગ ભાંગી નાખેલ અને લાલજીભાઈ ને માથાં નાં ભાગે માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્રણેય ઈસમો ત્યાથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત બન્ને ભાઈ ને વધુ સારવાર માટે પ્રથમ તળાજા ખાતે અને પછી ભાવનગર સર ટી હોસ્પિટલ માં દાખલ કરેલ છે. હુમલો કરનાર શખ્સો તાલુકાના દાતરડ ના નાથાભાઈ અને ગણેશભાઈ તથા બીજલ કાળા અને તળાજા ના ઈસમો હતાં તેવું જાણવા મળેલ છે.


રિપોર્ટ પંકજ ડાભી ભાવનગર

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »