કેવી રીતે માં બહુચર બન્યા કિન્નરોની કુળદેવી જાણવા માટે અહિયા કરો ક્લીક …..

પ્રયાગરાજમાં ચાલી રહેલા આસ્થાના મહાપર્વમાં આ વખતે પહેલીવાર કિન્નર અખાડાની પેશવાઈ નિકળી.એટલું જ નહિં, જૂના અખાડાની સાથે કિન્નર અખાડાએ પણ પહેલીવાર કુંભમાં શાહી સ્નાનમાં ભાગ લીધો.કિન્નર અખાડાના સાધુઓએ સૌથી પહેલા ભગવાન શિવના અર્ઘનારીશ્વર સ્વરૂપ અને બહુચરા માતાને સ્નાન કરાવ્યું.પછી પોતે સ્નાન કર્યું. બહુચરા માતાજી એ કિન્નરોના દેવી છે.એમનું પ્રસિદ્ધ મંદિર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી ધામ છે. અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે.વર્ષ દરમિયાન અહિં યાત્રાળુઓનો પ્રવાહ વહેતો રહે છે.આ મંદિર પાછળ એક ખાસ વાત છે.તો સાથે સાથે જાણો કિન્નરોના દેવી બહુચરાજી માતા કેવી રીતે બન્યા.

મહેસાણા જિલ્લામાં બેચરાજી વિસ્તારમાં આવેલું બહુચરા માતાનું મંદિર ખાસ કરીને નિઃસંતાન દંપતી માટે આશાનું કિરણ છે.અહિં દર્શન કરનારની મનોકામના પૂર્ણ થાય છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.આ સ્થળે કિન્નર સમુદાયના લોકો અવારનવાર વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરતા જોવા મળે છે. માન્યતા પ્રમાણે અનેક દુષ્ટ રાક્ષસોનો સંહાર કરીને તેનું ભક્ષણ કરવા બદલ આ દેવી બહુચરા કહેવાયા.

બહુચર માતા કુકડા પર સવારી કરે છે.તેમની સવારીને લઈને એક દંતકથા પણ છે.કહેવાય છે કે એકવાર અલ્લાઉદ્દીન બીજા જ્યારે પાટણને જીતીને આ મંદિર તોડવા માટે સેનાની સાથે પહોંચ્યા ત્યારે ત્યાં દેવી વાહન કુકડા પર સવારી કરી રહ્યાં હતા.તેમના સૈનિકોએ એ કુકડાઓને પકડીને રાંધી નાંખ્યા પછી ખાઈ ગયા.જો કે એક મરઘો બચી ગયો.સવારે જ્યારે તેણે બાંગ પોકરવી શરી કરી તો સૈનિકોના પેટમાં રહેલા મરઘાઓએ પણ બાંગ પોકારવી શરૂ કરી.સેનિકોના પેટ ફાડીને બહાર આવવા લાગ્યા.આ તો બહુચરમાના મરઘાં હતા. આ જોઈને અલાઉદ્દીન અને તેના સિપાહીઓ મંદિર તોડ્યા વિના જ ઉભી પૂંછડીએ ભાગ્યા.આમ માતાનો સાક્ષાત્કાર એ મુગલ સમ્રાટને પણ થયો હતો.કહેવાય છે કે જ્યારે નવરાત્રિ હોય ત્યારે અંબાજીની સાથે જ બહુચર માતા હોય છે.બંને ચાચરના ચોકમાં જોડમાં જ ગરબા ગાય છે.

કિન્નરો કેમ કરે છે બહુચર માતાની ઉપાસના.એક પૌરાણિક કથા અનુસાર ગુજરાતમાં એકવાર એેક નિઃસંતાન રાજાએ સંતાન પ્રાપ્તિ માટે બહુચરા માતાજીની આરાધના કરી.માતાએ પ્રસન્ન થઈને તેને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા.રાજાના ઘરે પુત્ર થયો.પણ તે નપુંસક નિકળ્યો.એક દિવસ બહુચરા માતા તેના સપનામાં આવ્યા.અને તેને ગુપ્તાંગ સમર્પિત કરીને મુક્તિને માર્ગે આગળ વધવા કહ્યું.રાજકુમારે એવું જ કર્યું.તે પછી તે દેવીનો ઉપાસક બની ગયો.આ ઘટના પછી તમામ કિન્નરો બહુચરા માતાને પોતાના કુળદેવી માનીને તેમની ઉપાસના શરૂ કરી દીધી.અમદાવાદથી 110 કિમી દૂર,મહેસાણાથી 38 કિમીના અંતરે બેચરાજી માર્ગ પર આ મંદિર આવેલું છે. કિન્નરોના આ આરાધ્ય દેવી છે.

બહુચરાજી માતાનું મૂખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લા બેચરાજી ખાતે આવેલું છે.આ મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી.15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે.આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે.આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે.આ આખુયે મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે જેને ચાચરનો ચોક કહેવાય છે.મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે.મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીયો છે.

મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે.જ્યાં ગુજરાતના કેટલાયે લોકો અહીંયા આવીને પોતાના પુત્રનાં સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે.તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પુર્ણ કરે છે.ઘણાં લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમકે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પુર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે.

બહુચરા માતાજીના મંદિર પર ભક્તોની અતૂટ શ્રદ્ધા છે આ મંદિરમા પૂનમના દિવસે વિદેશમા વસવાટ કરતા ભારતીયો પણ વિશેષ દર્શન કરવા આવે છે.આ મંદિર ફક્ત આપણા દેશમા જ નહી પરંતુ,વિદેશમા પણ ખૂબ જ પ્રખ્યાત છે. બહુચરમાતા પ્રત્યે લોકો અસીમિત આસ્થા ધરાવે છે.આ બહુચરાજીના મંદિરમા ઘણા લોકો લગ્ન પછી છેડાછેડી છોડવા માટે,બાધા ઉતારવા માટે તથા વાળ ઉતારવાની વિધિ કરવા માટે પણ આવે છે.તો આજે આપણે આ લેખમા બહુચરાજી માતાજીના મંદિર સુધી કેવી રીતે પહોંચીશું?તથા મંદિર સાથે સંકળાયેલી અમુક જાણી-અજાણી વાતો વિશે ચર્ચા કરીશુ.

સંતાનપ્રાપ્તિ ની ઈચ્છા પૂર્ણ થાય છે.બહુચરા માતાજી ના મંદિર મા ઘણા નિઃસંતાન યુગલો બાળક માટેની આશા લઈને આવે છે અને તેમને સંતાનસુખ પ્રાપ્ત થાય તે માટે માનતા રાખતા હોય છે.આ મંદિરમા કિન્નર સમુદાય માટે વિશેષ પૂજા અને અનુષ્ઠાનનુ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »