ગુજરાતના સૈન્ય જવાનની હત્યા કરીને લાશ દફનાવી દેવાઈ… રાજપૂત સમાજમાં ભારે રોષ… જાણો સમગ્ર ચોંકાવનારી ઘટના

કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમાર મૂળ કોડીનાર તાલુકા ના રહેવાસી અને બિહાર માં ફરજ મુકામે હતા …….

તેઓ દિવાળી ની રજાઓ માં પોતાના વતન કોડીનાર આવતા હતા ટ્રેન મા દિલ્હી થી રાજધાની એક્સપ્રેસ મા …….. પરંતુ ઘરે ન પહોંચતા તપાસ કરતા માલુમ પડ્યુ કે તેઓ નો સામાન મુંબઈ થી મળ્યો અને અજીતસિંહ નો કોઈ અતો પતો મળ્યો નહિ ….. બાદ માં તપાસ કરતા માલુમ પડ્યુ કે તેઓ તેઓ નો મૃતદેહ મધ્યપ્રદેશ રેલવે ટ્રેક નજીક મળેલ હતો અને ત્યાંના સ્થાનિક તંત્ર એ એ મૃતદેહ ને ત્યાંજ દફનાવી દીધો પરિવાર ને જાણ કર્યા વગર 😢😢

હવે એવી તો શું ઉતાવળ હશે સ્થાનિક તંત્ર ને કે મૃતદેહ ને તુરંત ત્યાંજ દફનાવી દેવામાં આવ્યો ??

આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને સાચી હકીકત બહાર આવ વી જોઈએ કારણ કે અજીતસિંહ કોઈ સામાન્ય માણસ ન હતા પરંતુ સામાન્ય માણસો જેની ઓથ હેઠળ શાંતિ થી જીવી શકે છે એવા એક આર્મીમેન હતા અને કોબ્રા કમાન્ડો હતા …….. એ વ્યક્તિ જ્યારે પરિવાર થી દુર પોતાની ફરજ બજાવે છે ત્યારે આપડે સૌ આપડા પરિવાર સાથે સુખ શાંતિ થી જીવી શકીએ છે અને આજે જ્યારે એનાજ પરિવાર ને જો એના પોતાના સંતાન એવા વીર સપૂત અજીતસિંહ નો મૃતદેહ પણ વિધિ કરવા માટે ન મળતો હોય અને મળે ત્યારે પણ દફનાવેલી હાલત માં મળતો હોઈ તો આ અત્યંત દુઃખદ બાબત કહેવાય …… અને એથી વધારે દુઃખદ બાબત એ કહેવાય કે એના પરિવાર ને ન્યાય અને યોગ્ય તપાસ માટે પણ લડત લડવી પડે છે 😢😢

ગુજરાત ના વીર સપૂત, કોડિનાર નું ગૌરવ, બિહાર રેઝિમેન્ટ-૫ માં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોસઁ (CRPF) કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમાર નું રહસ્યમય અવસાન થયેલ છે પ્રભુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.. 🙏 આજે દેશ ના આવા જાંબાઝ કમાન્ડોનું રહસ્યમય મોત હૃદયને આઘાત આપનાર છે આ બાબતે સરકાર તરફથી નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી ઉઠી છે.
JusticeforAjitsinhParmar
justiceforAjitsinhparmarCRPFcommando
JaiHind

જયહિંદ 🇮🇳

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »