બરમુડો પહેરીને દારુડીયો ગયો ચોરી કરવા,અચાનક થયું એવું કે તમને પણ હસવું આવી જશે..

ચોરીને લગતા અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે,જેમાં ક્યારેક ચોર ભાગી જવામાં સફળ થાય છે તો ક્યારેક પકડાઈ જાય છે.આજકાલ આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે,જેને જોઈને તમે ખડખડાટ હસવા લાગશો.આ વીડિયોમાં એક દારૂડિયાને ચોરી કરવી મોંઘી પડી.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે શખ્સો ચોરીના ઈરાદે એક દુકાનમાં જાય છે.જોકે,તેમનો હેતુ માત્ર દારૂની બોટલ ચોરી કરવાનો હોય છે.એવું બની શકે છે કે બંને પાસે દારૂ પીવાના પૈસા ન હોવાથી બંને દારૂની બોટલ ચોરી કરવાનું વિચારે છે.એમ વિચારીને બંને નજીકના શોપિંગ કોમ્પ્લેક્ષમાં જાય છે.આ પછી બંને તે જગ્યાએ પહોંચે છે.જ્યાં દારૂ રાખવામાં આવ્યો છે.

 


આ દરમિયાન એક શખ્સ આવતા-જતા લોકો પર નજર રાખે છે,તો બીજો ચોરી કરવા જાય છે.સૌથી મજાની વાત એ છે કે ચોરી કરનાર શખ્સ એટલે કે દારૂડિયાએ બરમુડો પહેર્યો છે.જો કે,તેનું આ ષડયંત્ર સફળ થતું નથી.જ્યારે આ શખ્સ બરમુડામાં દારૂની બોટલ છુપાવવાનો પ્રયાસ કરે છે.ત્યારે દારૂની બોટલ લપસીને જમીન પર પડી જાય છે.જેના કારણે દારૂની બોટલ ફૂટી જાય છે.આ જોઈને બંને ડરી જાય છે.

પહેલો શખ્સ તો છટકી જાય છે,પરંતુ બીજો શખ્સ જ્યારે ભાગવાનો પ્રયાસ કરે છે ત્યારે લપસીને ધડાકા સાથે નીચે પડી જાય છે.આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.વીડીયો ખુબ જ ફની છે.આ વીડિયોને ‘A-Hoesin’નામના યુઝરે સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કર્યો છે.આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં આ વીડિયોને 2000થી વધુ વખત જોવામાં આવ્યો છે.યુઝર્સ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »