યુવતીએ સાડી પહેરીને લોકો સામે બાલમ સામી ગીત પર કર્યો એવો ડાન્સ,કે લોકો નાં છૂટ્યો પરસેવો…
સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુન અને “નેશનલ ક્રશ” રશ્મિકા મંદાનાની ફિલ્મ “પુષ્પા”ના ‘બલમ સામી’ ગીત ઉપર સોશિયલ મીડિયામાં અનેક રીલ્સ બની છે.આવી અનેક રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.
જેમાં લોકો રશ્મિકા મંદાનાની સ્ટાઈલમાં કમર લટાવતા હોય.આવો જ એક યુવતીનો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવતી બલમ સામી સૉન્ગ પર સાડી અને હીલ્સ પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે.
અનુશ્રી સીવાલે નામની યુવતીએ અપલોડ કરેલો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં અનુશ્રીને ટોળાની વચ્ચે મરુણ રંગની સાડી અને હીલ્સમાં બલમ સામી-સામી સૉન્ગ પર ડાન્સ કરતી જોઈ શકાય છે.જ્યારે તેની આસપાસ અન્ય યુવક અને યુવતીઓનું ટોળું તેને ચિયર કરી રહ્યું છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.યુઝર્સ વીડિયો જોઈને હાર્ટ અને ફાયરની ઈમોજી શેર કરી રહ્યાં છે.અત્યાર સુધીમાં આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર સાત લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.
અનેક લોકોએ તો કોમેન્ટમાં લખ્યું છે કે,આતો રશ્મિકા મંદાના જ ડાન્સ કરી રહી છે.જ્યારે અન્ય એક યુઝર્સે તો 10માંથી 10 માર્ક્સ આપ્યા હોવાની કોમેન્ટ કરી છે.