દીવ દર્શન કરીને પરત આવી રહેલા ૧૭૦ પ્રવાસી પીધેલ પકડાયા ત્રણ ચેકપોસ્ટ ઉપર છ દિવસમાં નશાખોરોને કાયદાનું ભાન ઉના પોલીસે કરાવ્યું
*નાતાલના પર્વમાં ગીર સોમનાથ પોલીસનુ સધન ચેકીંગ*
દીવ દર્શન કરીને પરત આવી રહેલા
૧૭૦ પ્રવાસી પીધેલ પકડાયા ત્રણ ચેકપોસ્ટ ઉપર છ દિવસમાં નશાખોરોને કાયદાનું ભાન ઉના પોલીસે કરાવ્યું
દીવ માહાલ નાતાલઅને ઠટી ફર્સ્ટના દિવસે તહેવારની ઉજવણી ચાલી રહી છે અને ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી કડક સૂચના થી પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી પી.એસ.આઇ રાજ્યગુરુ પોલીસ સ્ટાફે નાળિયામાંડવી નજીકના ઢુરાપાસે તથા દેલવાડા ચોકડી પાસે વોચ ગોઠવી અને વાહનોમાં આવતા તમામ લોકોનું સધન ચેકીંગ કરતા તા,૨૫,૧૨, ,૨૦૨૦, થી,૩૧,૧૨,૨૦૨૦ સાંજના છ વાગ્યા સુધીમાં ૧૭૦ લોકોને કેફી પીણું પીધેલી હાલતમાં પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરેલ જ્યારે નવાબંદર મરીન પોલીસે ૧૦,કેસ તથા ગીર ગઢડા પોલીસે ૧,કેસ કેફી પીણું પીધેલ હાલતમાં પકડી પાડતા દીવ જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો
રીપોર્ટર :- અબ્દુલ પઠાણ ઉના