રંઘોળા ગામે કોરોના વેકસીનનો ડ્રાયરન સફળતાપૂર્વક પરિપૂર્ણ

 

સમગ્ર દેશ જ્યારે કોરોના વેક્સિનેશનની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.તાવીઆડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સિંઘ ની અધ્યક્ષતામાં પ્રા.આ.કેન્દ્ર રંઘોળા ખાતે કોરોના વાયરસની વેક્સિનેશન અંગેની ડ્રાયરન એટલે કે વેકસીનેસન કામગીરીનો પૂર્વાભ્યાસ કરવામાં આવેલ જે અંતર્ગત

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સિંઘ ના મતે ડ્રાયરનની સમગ્ર પ્રક્રિયા વિગતે જોઈએ તો ડ્રાયરનમા પહેલેથી નોંધાયેલ વેક્સિન લેનાર ઉપભોક્તાનુ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ કો-વિન સોફ્ટવેરમા નામાંકન થયેલ હોય છે,ઉપભોક્તાએ પોતાનું ઓળખપત્ર બતાવીને કોરોના વેકસીન મેળવવાની હોય છે ત્યારબાદ તેને મુલાકાત ખંડ એટલે કે વેઇટીગ એરિયામાં બેસાડવામાં આવે છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે.પ્રાથમિક તપાસમાં ઉપભોક્તાને શરદી ઉધરસ કે અન્ય કોઈ લક્ષણો જણાઇ આવે તો તેનું

વેક્સિનેશન અન્ય દિવસે ગોઠવવામાં આવે છે.પ્રથમ ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવે છે જેમા દર્દીને સ્વાસ્થ્યને લગતી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવશે અને આ સમગ્ર રસીકરણ પ્રક્રિયા ૪૦ મિનિટમાં પૂરી થાય તે રીતે આયોજન કરવામા આવેલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સિંઘ ડૉ.કે.જી.રાઠોડ,જુ.ફાર્મા. પાર્થરાજસિંહ ગોહિલ ,

સુપરવાઇઝર ઋષિભાઈ શુક્લ અને ઇલાબા ગોહિલ તથા MPHW ભાઈઓ FHW બહેનો CHO દર્શનભાઈ & નિરવભાઈ સ્ટાફનર્સ આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો સહિતનો સ્ટાફ ખડેપગે હાજર રહી ડ્રાયરનને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે….

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »