જો તમારે પણ પૈસા નથી બચતા કે પગાર નથી બચતો,તો રાખો આ વસ્તુ નો ખ્યાલ….
મોટાભાગના લોકો એ વાતથી પરેશાન હોય છે તેમના પૈસા નથી બચતા ને સેલરી પણ નથી વધતી.લોકો પૈસાની તંગીના કારણે હેરાન-પરેશાન થઈ જાય છે.ઘણી વખત લોકો પૂજા-પાઠ કરાવે છે.શું તમને ખબર છે કે આવી પરેશાનીઓ ફક્ત પૂજા-પાઠથી નહીં,પણ તમારા ઘરમાં રહેલી અમુક વસ્તુઓ દૂર કરવાથી ખતમ થઈ જાય છે.
અમે આજે અમે તમને એવી વાતો જણાવી રહ્યા છીએ, જેનાથી તમે ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકો છે.આવી વસ્તુઓ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે.આવી વસ્તુઓને દૂર કરી તમે શારીરિક અને માનસિક મુશ્કેલીઓની સાથે પૈસાની તંગીથી પણ છૂટકારો મેળવી શકો છો.આ ચાર વસ્તુઓ ઘરમાં હોવી અશુભ સંકેત છે,જેનાથી તમને ક્યારેય સફળતા મળતી નથી.
મધપૂડો તમારા ઘરમાં જો મધપૂડો હોય તો તરત તેને દૂર કરાવી દો.મધપૂડો ઘરમાં હોવો અશુભ સંકેત છે.તેના કારણે ઘણી વખત સફળતામાં અવરોધ આવે છે,એટલું જ નહીં ઘણી વખત કોઈ અનહોની પણ થઈ શકે છે.
ચામાચીડિયા ઘરમાં જો ચામાચીડિયા ઉડતાં રહે અથવા ક્યાંય બેસે છે તો તમારી તરક્કીમાં ખૂબ વિઘ્ન આવે છે.ચામાચીડિયાનું ઘરમાં આવવું એકાંતપણાની નિશાની છે.એનો સ્પષ્ટ સંકેત એવો થાય છે કે ઘરમાં રહેનારા લોકો પરિવાર છોડીને જઈ શકે છે.આનાથી ક્યારેય તમારા પરિવારમાં સુખ-શાંતિ અને ધન નહીં આવે.
કરોળિયાનું જાળું કરોળિયાનું જાળું લગભગ તમામ ઘરોમાં જોવા મળે છે,પણ પ્રયત્ન કરો કે તમારા ઘરમાં ક્યારેય કરોળિયાનું જાળું ના રહે.સમય-સમયે કરોળિયાના જાળાં કાઢતાં રહો.કરોળિયાના જાળાંથી ઘરમાં મુશ્કેલીઓ આવે છે. ઘરમાં કરોળિયાના જાળાંથી લક્ષ્મી ક્યારેય નથી આવતી.
ઝાડુ/સાવરણી ઘણી વખત લોકો ગંદકી થતાં સાંજે પણ ઝાડુ કરે છે,પણ તમને ખબરે છે કે સાંજે 6 વાગ્યા પછી ક્યારેય ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ.આવું કરવાથી તમે તમારા ઘરમાં લક્ષ્મીનું અપમાન કરો છો અને તેને ભગાવી દો છો.કહેવાય છે કે સાંજના સમયે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે.