આ 56 ની છાતી વાળા અધિકારીને જોઈને યુવતીઓ બને છે દિવાની, કરે છે આવાં કામ….

તિહાર જેલમાં આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ દિપક શર્માની છાતી 56 ઈંચની છે અને બાયસેપ્સ સલમાન ખાન કરતાં પણ વધારે છે.ગુનેગારો દિપક શર્માની બોડી જોઈને જ થરથર કાંપે છે.તિહારમાં આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ બન્યા પહેલાં દિપક શર્મા અનેક સરકારી નોકરીમાં સિલેક્ટ થયા હતાં.આજે આપણે તેમના જીવનની ખાસ વાતો જાણીએ.

કેન્દ્રીય કારાગાર તિહાર જેલ દિલ્હીમાં જેલ આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ દિપક શર્મા મૂળ દિલ્હીના છે.32 વર્ષીય દિપક શર્માએ ગુજરાતી સમાજની સીનિયર સેકેન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.12 બાદ સ્નાતકનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાંથી કર્યો છે.અહીંયા તેઓ વિદ્યાર્થી યુનિયનના વાઈસ પ્રેસિડન્ટ હતાં.

ડિગ્રી લીધા બાદ તેમણે 2007-09માં બીએડનો અભ્યાસ કર્યો હતો.આ સમય દરમિયાન તેમની પહેલી પસંદગી ભારતીય વાયુસેનામાં થઈ હતી.આ જ વર્ષે તેમની પસંદગી કેન્દ્રીય પોલીસ દળમાં આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ તરીકે થઈ હતી.

વર્ષ 2008માં બીએડ દરમિયાન તેમની પસંદગી શિક્ષક તરીકે પણ થઈ હતી.આ ઉપરાંત તેમને દિલ્હી સેવા બોર્ડમાં ક્લાર્કની નોકરી મળી હતી.જોકે,તેમણે પોતાની તૈયારી ચાલુ રાખી હતી.

વર્ષ 2019માં કેન્દ્રીય કારાગાર તિહારજેલના સહાયક જેલ અધીક્ષક બન્યા.ત્યાં સુધી તેઓ 10 વર્ષથી તિહાર જેલમાં જ કાર્યરત હતાં.બોડી બિલ્ડિંગ હોબીને કારણે જેલમાં તેમની અલગ જ ઈમેજ બની હતી.

દિપક શર્માના પિતા દિલ્હી વિદ્યુત બોર્ડના રિટાયર્ડ ઓફિસર તો માતા હોમમેકર છે.દિપક શર્માના આદર્શ તેમના મોટા ભાઈ તથા મોટિવેશનલ સ્પીકર શિવખેરા છે.

જિમિંગ દિપક શર્માનો ખાસ શોખ છે.તે નવરાશના સમયે વર્ક આઉટ કરે છે.દિપક કહે છે કે તે પાંચ કલાક જીમમાં ગાળે છે. આથી જ તેઓ અનેક ખિતાબ જીતી ચૂક્યા છે.આ ઉપરાંત એર પિસ્ટલ શૂટિંગ પણ ખાસ શોખ છે.

આવી છે બોડી બાઈસેપ્સ 19 ઈંચ,ચેસ્ટ 56 ઈંચ,વેસ્ટ 30 ઈંચ,વજન 92 કિલો

આવાં મેડલ અને એવોર્ડ મળ્યાં મિસ્ટર દિલ્હી સિલ્વર મેડલ,મિસ્ટર યૂપી સિલ્વર મેડલ,મિસ્ટર હરિયાણા ગોલ્ડ મેડલ,સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા સિલ્વર મેડલ,આઈરન મેન ઓફ ઈન્ડિયા સિલ્વર,મિસ્ટર ઈન્ડિયા ગોલ્ડ,દિલ્હી શ્રી સિલ્વર મેડલ,ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસ બ્રોન્ડ મેડલ.

સ્વાભિમાન ખેલ રત્ન અવોર્ડ 2019,ધ ગ્લોબલ યુથ એચીવમેન્ટ અવોર્ડ 2020,

દિપક શર્મા કહે છે કે તેઓ ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસ ગેમ્સ 2020 તથા ઓલ ઈન્ડિયા પોલીસ ગેમ્સ ઈન 2020માં ભાગ લેવા ઈચ્છે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »