ભાવનગરના ટેમ્પાચાલકનો પુત્ર ચેતન સાકરિયા 1.2 કરોડમાં વેચાયો ILP રમશે કોળી સમાજ નુ ગૌરવ
ભાવનગર ના વરતેજ ગામ ના એક સામાન્ય કુટંબ મા જન્મેલ ચેતન સાકરિયા આજ ના ઓક્શન મા સૌનું આકર્ષણ નુ કેંદ્ર બન્યો અને ઓક્શન મા રાજસ્થાન ની ટીમે તેને 1.2.Cr મા ખરીદ્યો હતો_ચેતન સાકરિયા સ્ટોરી ખુબ પ્રેરણા દાયી છે
પરીવાર ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતા તેણે હાર ના માની અને આજે તેને સફળતા મળી હતી ચેતન સાકરિયાને નાનપણ થી જ ક્રિકેટ નો ઘણો શોક હતો પરંતુ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે એક સમયે તેનુ ક્રિકેટર બનવાનું સપનું રોળાઇ જાય તેમ હતુ
પરંતુ તેના મામા મનસુખ ભાઈ એ પાર્ટ ટાઈમ કામ આપ્યુ અને સાથે ક્રિકેટ પણ ચાલુ રખાવી.ચેતને પછી પાછુ વળુ ના જોયુ અને નોકરી સાથે ક્રિકેટ મા પણ મહેનત ચાલુ રાખી અને તાજેતર મા જ રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ચેતન સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મેન ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો
તેણે લીગની 5 મેચમાં 12 વિકેટ લીધી હતી. એક ગેમમાં 7 રન અને ડિફેન્ડ કરતાં તેણે હેટ્રિક લઈને પોતાની ટીમને મેચ વિજય બનાવી હતી
ચેતને ચેન્નઈ ખાતે આવેલી MRF એકેડમીમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રા હેઠળ ટ્રેનિંગ કરી હતી અને IPL 2020માં RCB સાથે નેટ બોલર તરીકે પણ રહી ચુક્યો છે
આપને જણાવી દઈ એ કે ચેતન ના પપ્પા (કાન્જીભાઈ) ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી (વર્ષાબેન) હાઉસ વાઈફ છે. તેનાનપણથી ભણવામાં સારો હતો અને ફેમિલી ઇચ્છતું હતું કે તે ભણે અને આગળ જઈને અધિકારી બને ચેતન 12 સાયન્સ પાસ છે પણ એ પછી આગળ ભણી શક્યો નથી
તમારી આસ પાસ બનતી દરેક ઘટના કે સમાચાર મોકલી આપો અમારા સુધી મો 9173306171