રંઘોળા ગામે આર્મી જવાન સેવા નિવૃત્ત થઈ વતન આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરાયુ
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે આર્મી જવાન પરમાર વિનોદભાઈ લઘરભાઇ 18 વર્ષ દેશ માટે સરહદે સેવા ખુબ સરસ રીતે સેવા આપી નિવૃત્ત થઈ વતન આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું
સમગ્ર રંઘોળા ગામજનો દ્વારા નાત જાતના ભેદભાવ વગર એક ફોજીને શોભે એવુ સન્માન કરાયુ રસપ્રદ વાત એમ હતી કે એક બાજુ રાજ્યમાં દલિતો સાથે ભેદભાવના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે દલિત સમાજ યુવાનો ઘોડે સવારી કરે ત્યારે જીવલેણ હુમલા સહિતના બનાવો સામે આવતા હોય છે ત્યારે રંઘોળા ગામે આર્મી સેવા નિવૃત્ત થઈ વતન આવતા ફોજી દલિત સમાજના હોય આહીર સમાજના યુવાનો દ્વારા ફોજી જવાન માટે એક નહી પણ સાત આઠ અશ્વ સનમાન માટે લાવી એક પ્રેરણા દાઇ કાર્ય કરવામાં આવ્યુ હતુ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા