ટેટ-૨ પાસ વિદ્યાસહાયક ભરતીની રાહ જોતા ઉમેદવારોને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વિદ્યાસહાયક ભરતી કરવાનું શિક્ષણ નિયામક દ્વારા આશ્વાસન…
ટેટ-૨ પાસ વિદ્યાસહાયક ભરતીની રાહ જોતા ઉમેદવારોને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વિદ્યાસહાયક ભરતી કરવાનું શિક્ષણ નિયામક દ્વારા આશ્વાસન…
ગુજરાતના 47 હજાર ટેટ2 પાસ કરેલા ઉમેદવારો છેલ્લા 4 વર્ષથી ધોરણ 6થી 8 માં વિદ્યાસહાયક ભરતી માટેની રજુઆત કરતા આવ્યા છે.પરંતુ શિક્ષણ વિભાગના પેટનું પાણી હલતું નથી જેથી ગત 15/2 ના રોજ ટેટ-૨ સંગઠન દ્વારા વધુ એક વખત શિક્ષણ નિયામકને રજૂઆત કરવામાં આવી હતી
જેમાં ભરતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ કુલ ખાલી જગ્યાના 60 ટકા જગ્યા ઉપર ભરતી કરીને ખાલી જગ્યાઓ ભરવાની હોઈ છે પરંતુ હાલ 6500 જેટલી ઉચ્ચ પ્રાથમીકમાં ખાલી જગ્યા હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી.આગામી સમયમાં ભરતી જાહેર કરવામાં ન આવે તો સામજિક આગેવાનોને સાથે રાખી આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવેલ છે
_ટેટ-૨ પ્રતિનિધિ હરદેવ વાળા