ગુજરાતના આ ગણપતિ દાદા નાં મંદિરના આંગણાં માંથી પત્થર માત્ર ઘરે લઈ જવા થી ઘર પર આવેલ મુશ્કેલી થાય છે દૂર..
જયારે પણ કોઈના જીવનમાં કોઈ તકલીફ કે મુશ્કેલી આવે ત્યારે તે લોકો સૌથી પહેલા ભગવાનને યાદ કરતા હોય છે અને તેમના શરણે જતા હોય છે,ભગવાનના દર્શન માત્રથી જ ભક્તોના દુઃખો દૂર થઇ જતા હોય છે,ગુજરાતની પવિત્ર ધરતી પર ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે,આજે આપણે એક તેવા જ મંદિર વિષે વાત કરીશું.
આ મંદિરમાં આજે પણ ગણપતિ દાદા સાક્ષાત બિરાજમાન છે.ગણપતિ દાદાના મંદિરમાં જઈને આટલું કરવાથી બાપા રાજી થઇ જાય છે અને વ્યકતિના મનની દરેક મુરાદો પુરી કરતા હોય છે,ગણપતિ દાદાનું આ મંદિર જામનગરના સપડા ગામમાં આવેલું છે.સપડા ગામમાં આજે પણ ગણપતિ દાદા સાક્ષાત બિરાજમાન છે,ગણપતિ દાદાના દર્શને આવતા કોઈ પણ ભક્ત ઘરે ખાલી હાથે પાછા જતા નથી.
ગણપતિ દાદાના દર્શને આવતા દરેક ભક્તોની માનેલી મનોકામના દાદા પુરી કરે છે અને તેમનું જીવન ગણપતિ દાદા ખુશીઓથી ભરી દે છે,આ મંદિરમાં ગણપતિદાદા જમણી સૂંઠ માં બિરાજમાન છે અને આ મંદિરમાં ગણપતિ દાદાની મૂર્તિ સ્વંયમભુ રીતે બિરાજમાન થઇ હતી,ત્યારથી આ મૂર્તિને અહીં સ્થાપિત કરવામાં આવી છે.
આ મંદિરમાં ભક્તો હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે,આ મંદિર ૫૦૦ વર્ષ જૂનું છે અને અહીં હજારો લોકો દાદાના દર્શન કરવા માટે આવે છે,અત્યાર સુધી હજારો લોકોને દાદાએ સાક્ષાત પરચા આપ્યા છે,મંદિરના પૂજારીનું કહેવું છે કે જયારે જીવનના બધા રસ્તાઓ બંધ થઇ જાય ત્યારે આ મંદિરમાં આવીને માથું નમાવાથી ભક્તો જે માનતાઓ માને છે.
33 કરોડ દેવી-દેવતાઓ માં પ્રથમેશ તરીકે ગૌરી નંદન ગણેશની પૂજા થાય છે.ભગવાન શિવ પણ જેના ગુણગાન ગાતા અને વિશેષ દરરજો આપતા હોય એવા દુંદાળા દેવ ગણપતિની આદ્ય ભક્તિ- શક્તિનો અનેરો મહિમા છે.હાલાર પંથકમાં જામનગરના નજીક સપડા ગામે બિરાજમાન છે.ચોમાસા દરમિયાન ચોતરફ ફેલાઈ જતી કુદરતી હરિયાળીના સૌંદર્ય વચ્ચે ટેકરા ઉપર બિરાજમાન ગણપતિ મંદિર ખાતે દરરોજ ભક્તોની ભીડ રહે છે.ભાદરવા મહિનામાં આવતા ગણેશ ચતુર્થીના તહેવારના સપડા ખાતે સપડેશ્વર શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે શ્રધ્ધાળુઓના ઘોડાપુર દર્શન માટે ઉમટી પડે છે.
દેશના સીમાડા વટાવીને પણ વિદેશમાં સ્થાઈ થયેલા ભારતીયો સમયાંતરે સપડાના ગણેશજી ને શીશ જુકાવવા જરૂર આવે છે.જેનું પરિમાણ અત્રેની દાન પેટીમાંથી નીકળતા ડોલર,પાઉન્ડ સહીતના વિદેશી ચલણના આધારે મળે છે.દર મહિનાની ચોથનો ભક્તિ ભાવ સવિશેષ છે.એટલે તો જામનગર સહીત જીલ્લા ભરમાંથી ભક્તો ચોથ ભરવા પગપાળા આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
તે દરેક ભક્તોના કામ ગણપતિ દાદા પુરા કરે છે,જે ખેડૂતોને પોતાના ખેતરમાં ઉંદર વધારે પ્રમાણમાં આવતા હોય તેવા ખેડૂતો આ મંદિરમાં આવીને મંદિરના પ્રાંગણમાંથી પથ્થર લઇ જાયને તે પથ્થરને પોતાના ખેતરમાં મૂકી દે તો તે ખેડૂતોને કોઈ દિવસ ઉંદર હેરાન કરતા નથી,આવું અત્યાર સુધી હજારો ખેડૂતો સાથે થયું છે.ગણપતિ દાદાના પરચા આજે પણ અપરંપાર છે.