મહિને 1.50 લાખ રૂપિયા ની કમાણી વાળી નોકરી છોડી કળિયુગી શ્રવણ કરે છે માતા પિતા ની સેવા,લોકો કરે છે વખાણ…
અત્યારના સમયમાં માતા પિતા પોતાના બાળકો માટે કરી શકે છે તેટલું બાળકો પોતાના માતા પિતા માટે નથી કરી શકતા.જયારે માતા પિતા વૃદ્ધ થાય છે ત્યારે બાળકોને માતાપિતાનો બોજ લાગવા લાગે છે અને ઘણા એવા પણ દીકરાઓ હોય છે કે જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં પણ મૂકી આવતા હોય છે,હાલમાં એવી જ હાલત થઇ ગઈ છે.
વૃદ્ધાશ્રમમાં પણ વેટીંગ ચાલી રહ્યું છે,તેથી મોટાભાગના વૃદ્ધાશ્રમ પણ ફૂલ થઇ ગયા છે,ત્યારે હાલમાં એક ખુબ જ સરસ કિસ્સો સામે આવ્યો હતો,આ દીકરાએ પોતાના વૃદ્ધ માતા પિતા માટે કર્યું એવું કામ કે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય,આવા દીકરાઓ લાખોમાં એક જોવા મળતા હોય છે,અમરોલી-છાપરાભાઠાના મણિબા પાર્કમાં રહેતા કિરીટ સુવર્ણકરે ક્લાસવન અધિકારી તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા.
તેમને મહિને ૧.૫૦ લાખ રૂપિયાનો પગાર હતો.કિરીટભાઈની નોકરીના હજુ આઠ વર્ષ બાકી હતા તો પણ પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરવા માટે તેમને વાર્ષિક ૧૮ લાખ રૂપિયાની નોકરી છોડી દીધી હતી,કિરીટ ભાઈએ જણાવતા કહ્યું હતું કે તેમના માતા પિતા વૃદ્ધ થઇ ગયા હતા અને તેમને પોતાના બંને પગેથી ચાલી શકાતું ન હતું.
તેથી આવી પરિસ્થિતિમાં તે પોતાના માતા પિતાની સાર સંભાળ જાતે જ કરવા માંગતા હતા તે માટે તેમને પોતાની નોકરી છોડવાનું નક્કી કર્યું હતું,કિરીટભાઈએ જણાવતા કહ્યું હતું કે હું જે મુકામે પહોંચ્યો છું તે મારા માતાપિતાની મહેનતથી પહોંચ્યો છું
તે માટે હું છેલ્લા સમયમાં મારા માતાપિતાની પાસે જ રહીશ,તે જ કારણથી તેમને પોતાની નોકરીના આઠ વર્ષ બાકી હતા તો પણ વાર્ષિક ૧૮ લાખ રૂપિયાના પેકેજવાળી નોકરી છોડી દીધી.તે માટે જ કિરીટ ભાઈને લોકો આજના જમાનાના શ્રવણ ગણાવી રહયા છે.