વૃદ્ધ લોકો ની સેવા માટે આ મહિલાએ કર્યુ પોતાનું જીવન સમર્પિત,છેલ્લાં 10 વર્ષ થી કરે છે વૃદ્ધાશ્રમ માં વૃદ્ધ લોકો ની સેવા…
બનાસકાંઠામાં એક એવું ધામ આવેલું છે,જે નિરાધાર મા-બાપ માટેનું આશ્રય સ્થાન બન્યું છે.ડીસામાં એક મહિલા નીરા ધારનો આધાર બની છે.છેલ્લા 10 વર્ષ થી સુદામા આશ્રમ અનેક ઘર વિહોણા અને પુત્ર દ્વારા ત્યજી દીધેલા માટેનું આશ્રય સ્થાન બન્યું છે.આ આશ્રમમાં હાલમાં 25 થી વધુ જરૂરિયાતમંદ વડીલો રહે છે.આ આશ્રમનું તમામ સંચાલન એક માત્ર મહિલા કરી રહી છે.તેમના આ કાર્યને લઈ સૌ લોકો તેમને બિરદાવી રહ્યા છે.
હાલના ચાલી રહેલા સમયમાં ઘણા પરિવારના બાળકો જયારે માતાપિતા ઘરડા થાય ત્યારે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે,ત્યાં માતા પિતા પોતાના દીકરાઓને યાદ કરીને રાત દિવસ રડતા હોય છે,આજે આપણે એક તેવા જ વૃધ્ધાશ્રમ વિષે વાત કરીશું,આ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધ માતા પિતા કહે છે અમને ઘર કરતા પણ વધારે અહીં રહેવાની મજા આવે છે.
બનાસકાંઠાના ડીસામાં રહેતા આશાબેન કાંતિલાલ રાજપુરોહિત એક સુદામા નામનું વૃદ્ધાશ્રમ છેલ્લા 7 વર્ષથી ચલાવી રહ્યા છે.આ વૃદ્ધાશ્રમની શરૂઆત 2007માં ડીસા તાલુકાના માલગઢ ગામ ખાતે આવેલા જોધપુરીયા ઢાણી ખાતે તેમના પિતા સ્વ.કાંતિલાલ રાજપુરોહિત દ્વારા કરવામાં આવી હતી વૃદ્ધાશ્રમની શરૂઆત કરી ત્યારે બાદ આ સુદામા વૃદ્ધાશ્રમને ડીસા શહેરમાં એક ભાડેથી જગ્યા રાખી વૃદ્ધા આશ્રમની શરૂઆત કરી.
આ વૃધ્ધાશ્રમ બનાસકાંઠાના ડીસામાં આવેલું છે,આ સુદામા વૃદ્ધાશ્રમ આશાબહેન ચલાવે છે.આશાબહેન છેલ્લા દસ વર્ષથી ઘરડા લોકોની દિવસ રાત સેવા કરે છે અને આ વૃદ્ધાશ્રમ ચલાવે છે,આશાબહેનના પિતા પહેલા આ વૃદ્ધાશ્રમ ચલાવતા હતા પણ તેમનું મૃત્યુ થતા આશાબહેનએ બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી.
આશાબહેન આજે પંદર કરતા પણ વધારે વૃદ્ધ લોકોની સેવા કરીને તેમને ખુબ જ પ્રેમથી સાચવી રહ્યા છે.આ વૃદ્ધ લોકોમાંથી મોટા ભાગના લોકો એવા છે જેમના પરિવાર અથવા સંતાનોએ તેમને તરછોડી દીધેલા છે. વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધ લોકોની આંખમાં ખુબ જ દુઃખ જોવા મળે છે,આ લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને તેમના સંતાનોને મોટા કર્યા હતા.
સંતાનો મોટા થઈ ગયા એટલે તે ખુબજ હોશિયાર થઈ ગયા અને પોતાના માતા પિતાની સેવા કરવાને બદલે તેમને તરછોડ દીધા,વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક માતા પિતાના સંતાનો સારી એવી નોકરીઓ કરે છે અને માતાપિતા વૃદ્ધાશ્રમમાં રહીને તેમના જીવનના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે.
વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ માતા પિતાની આશાબેન એવી સેવા કરી રહ્યા છે કે તેમને પોતાના દીકરા પણ યાદ નથી આવતા દેતા,આશાબહેન તેમને સમયે જમવાનું અને સમયે દવા પણ આપી દે છે એટલે તેમને અત્યારે ખુબ જ મજા આવે છે.