કોકિલાબેન અંબાણી ની પતીને યાદ કરી ભાવુક બની અનંત અંબાણી અને રાધિકા માટે આપી ગુજરાતી સ્પીસ,બંને ને આપી સગાઈ ની શુભકામનાઓ…
19 જાન્યુઆરી 2023ના રોજ,અંબાણી પરિવારે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી માટે ગણેશ પૂજાનું આયોજન કર્યું હતું.આ દરમિયાન દંપતીને દરેક વ્યક્તિ તરફથી ઘણો પ્રેમ મળ્યો,ખાસ કરીને દાદી કોકિલાબેન અંબાણીએ,જેમણે બંનેને આશીર્વાદ આપ્યા.ગણેશ પૂજા બાદ પરિવાર દ્વારા સગાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કોકિલાબેન અંબાણીએ ઉત્સવની શરૂઆત કરવા માટે હૃદય સ્પર્શી સ્પીચ આપી હતી.
એક વીડિયોમાં ઈશા અંબાણી કહે છે ‘કુકુ મમા’ (કોકિલાબેન અંબાણી) અનંત માટે સ્પીચ આપશે.કોકિલાબેન અંબાણી તેમના દિવંગત પતિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીને યાદ કરીને ભાવુક થઈ ગયા.તેમણે ગુજરાતીમાં સ્પીચ આપી છે.કોકિલાબેન અંબાણીએ કહ્યું કે આજે સવારે અનંત કહેતો હતો કે મોટા પપ્પા હોત તો આ જોઇને ખુશ થયા હોત.તેમણે કહ્યું કે મોટા પપ્પાના આશીર્વાદ તારી સાથે જ છે.
કોકિલાબેન અંબાણીએ તેમની પૌત્રી ઈશા અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટના વખાણ કરીને પોતાની સ્પીચ સમાપ્ત કરી.તેમણે કહ્યું હતું કે,”હું ખૂબ નસીબદાર છું,મારી પાસે શ્લોકા છે,મારી પાસે રાધિકા છે,મારી પાસે ઈશા છે.હું ખૂબ જ ભાગ્યશાળી છું.ભગવાન તમને બધાને આશીર્વાદ આપે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે ગુરુવારે મુંબઈમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઈ.સગાઈ સમારોહ દરમિયાન હિન્દુ રીતિ રિવાજ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.ત્યારે અનંત અને રાધિકા સાથે અંબાણી પરિવારની ઘણી સુંદર તસવીરો સામે આવી છે.