ખેતી,ખેડૂત,વિરોધી ત્રણ કાયદા પસાર કરીને કંપની અને ઉધોગપતિ ને ફાયદા કરનાર ત્રણ કાયદા તાત્કાલિક રદ કરો…..
ખેતી,ખેડૂત,વિરોધી ત્રણ કાયદા પસાર કરીને કંપની અને ઉધોગપતિ ને ફાયદા કરનાર ત્રણ કાયદા તાત્કાલિક રદ કરો…..
1.આવશ્યક ચીજ વસતું નિયંત્રણ કાયદો 2020.
2.કોન્ટ્રેક ફાર્મિંગ.
3.ખેતી ઉત્પાદન વેપાર વાણિજ્ય(APMC)2020.
આ ત્રણ કાયદા રદ કરો.
એવી માંગ સાથે
મહુવામાં નાગરિક અધિકાર મંચ ની અગેવાની માં
નાગરિક અધિકાર મંચ,
મહુવા મહિલા વિકાસ સંગઠન.
દલિત અધિકાર મંચ,
કિસાન એકતા સમિતિ.
સાથે મળી ને
મહુવા નાયબ કલેકટરશ્રી ના માધ્યમ થી “વડાપ્રધાનશ્રી” અને મહુવાના ધારસભ્યશ્રીને આવેદનપત્ર આપતા.
રાજ અશ્વપ્રેમી(રાજેશ દલ).
નાગરિક અધિકાર મંચ.
અરવિંદભાઈ
દલિત અધિકાર મંચ.
ધનીબેન ગુજરીયા.
મહુવા મહિલા વિકાસ સંગઠન.
વિથલભાઈ .
કિસાન એકતા સમિતિ મહુવા
અને
મેઘાબેન તથા
ઇદ્રિસ મોગલ તથા ટીંકલ રાઠોડ.
વગેરે સાથિયો જોડાય હતા અને
એવી માંગ કરી હતી કે નીચે મુજબ ની કલમો અને કાયદાઓ અને બંધારણનું હનન થઈ રહ્યું છે તેને તાત્કાલિક અટકાવી ને યોગ્ય રીતે કાયદેસર ની કાનૂની કાર્યવાહી કરી નિષ્પક્ષરીતે ન્યાયી રીતે ખેડૂતો ને ન્યાય મળે તેવી માંગ કરેલ છે
અમે ગુજરાતના સામાજિક સંગઠનો આ પત્ર દ્વારા લેખિત માંગ કરીયે છીએ કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી એ દેશ ની કરોડ રજ્જુ હોય ત્યારે માત્ર અને માત્ર જેતે કંપની અને ગણ્યા ગાંઠ્યા ઉધોગપતિ ના ફાયદા માટે જે ત્રણ કાયદો બહુમતી થી પસાર ના કર્યા અને ધ્વનિઆધારીત (રાતોરાત) “વટહુકમ” થી પસાર કરીને ભારતીય લોકતંત્ર માં જે લોકશાહી તંત્ર છે તેનું ચીરહરણ કરીને સરમુખત્યાર શાહીથી જે કાયદાઓ બનાવી દીધા છે તેને રદ કરો કારણ કે
ભારતીય બંધારણ નું સરેઆમ ભંગ કરતું હોય લોકશાહી નું હનન થતું હોય, ખેડુતો ની સ્વતંત્રતા નું હનન થતું હોય, ખેડૂતો ને સામાજિક,આર્થિક,રાજકીય ન્યાય, નું હનન થતું હોય, ખેડૂતો અને લોક સાથે મૈત્રીભાવ(બંધુતા) નું હનન થતું હોય.
અનુછેદ 12, બંધારણ વિરુદ્ધ નું પગલું,
અનુછેદ, 18 થી20. તથા ખેડૂતોપર પાણી નો ધોધ વહાવી ને એમની સાથે અત્યાચાર કરવામાં આવ્યો હો જેથી જવાબદાર અધિકારીઓ, અને પદાધિકારીઓ પર કાનૂની રાહે સખત પગલાંઓ ભરી ને સી,આર,પી,સી,. ઇ,પી,સી. માનવધિકારભંગ ની કલમો હનન થઈ રહ્યું છે જેથી કાનૂની પગલાં ભરી ને ખેડૂતો ને ન્યાય આપવો એવી અમારી સખત માંગ,
આમ ઉપરોક્ત અલગ અલગ કાયદાની કલમો અને બંધારણ ની અનુસૂચિઓનું હનન થઈ રહ્યું હોય અને ભારત ના બંધારણ ના મહામુલા મૂલ્યો સમાનતા,સ્વતંત્રતા,ન્યાય, મૈત્રીભાવ(બંધુતા) આત્મગૌરવ નું હનન થઈ રહ્યું હોય ત્રણેય કાયદા ને તાત્કાલિક રદ કરવા અને ખેડૂતો ની ઉપર અત્યાચાર ગુજરનાર જવાબદાર અધિકારીઓ અને પદાધિકારિયો પર કાનૂની સખત કાર્યવાહી કરવી એવી માંગ કરેલ છે
રિપોર્ટ. રાજ અશ્વપ્રેમી.