બોટાદ જીલ્લાના રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફ ને લઈને કોગ્રેસના આગેવાનો દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યુ જો આવનારા દિવસોમાં મેહકમ મુજબ જગ્યા ભરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે..
બોટાદ જીલ્લાના રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફ ને લઈને કોગ્રેસના આગેવાનો દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યુ જો આવનારા દિવસોમાં મેહકમ મુજબ જગ્યા ભરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે..
રાણપુરમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફ ને લઈને રાણપુર શહેર કોગ્રેસના આગેવાનો દ્રારા રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.રાણપુર શહેરની આશરે ૩૦,૦૦૦ ની વસ્તી ધરાવતુ ગામ અને રાણપુર તાલુકામાં કુલ ૩૬ ગામડાઓ આવે છે.ત્યારે રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોના ડોક્ટર,સ્ત્રી સ્પેશ્યલીસ્ટ ડોક્ટર,લેબ ટેકનીયન તેમજ એમ.ડી.ડોક્ટર નહી હોવાના કારણે દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે.ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને ના છુટકે બોટાદ,ધંધુકા,સુરેન્દ્રનગર જવુ પડે છે.જેના લીધે આર્થિક નુકશાન ભોગવવુ પડે છે
.હાલ દવાખાનામાં ડેન્ટીસ્ટ ડોક્ટર હોવા છતા અમુક ઈલાજ તેઓ કરતા નથી અને ડેન્ટીસ્ટ ડોક્ટર પાસે પુરતા પ્રમાણમાં ફેસેલીટી નહી હોવાના કારણે દાંતના દર્દીઓને બહાર ગામ જવુ પડે છે.અને અપુરતા સ્ટાફ ને લીધે રાણપુર તાલુકાના લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.તાલુકા કક્ષાનું ગામ હોવા છતા આરોગ્ય લક્ષી પુરતી સુવીધા નહી મળતી હોવાથી કોગ્રેસના આગેવાનો મકસુદભાઈ શાહ,રેમતુભા પરમાર,પરવેઝ કોઠારીયા,જીગરભાઈ ગાંજા,બાબાખાન પરમાર,કીન્નરભાઈ વ્યાસ,દીન્ડુકભાઈ શેઠ,આબિદભાઈ ખલાણી,હિંમતભાઈ ગેડીયા,અરજણભાઈ મકવાણા સહીતના આગેવાનો દ્રારા રાણપુર મેડીકલ ઓફીસર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને આવનારા દિવસોમાં મેહકમ મુજબ જગ્યા ભરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે..
મકસુદભાઈ શાહ(કોંગ્રેસ આગેવાન)
રેમતુભા પરમાર(કોંગ્રેસ આગેવાન
દીન્ડુકભાઈ શેઠ(વેપારી આગેવાન)
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર