હનુમાન દાદાના આ મંદિરે લાખો ભક્તો દર્શન કરવા આવે છે, દિવસ દરમિયાન આટલી વાર બદલે છે રૂપ….

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના બાદલી ના મુખ્ય બજારમાં આવેલા શ્રી છત્રપતિ હનુમાનજી મંદિર ક્ષેત્ર શ્રદ્ધા અને ભક્તિનું એક પ્રાચીન કેન્દ્ર છે.મંદિરમાં આવેલી હનુમાનજીની ત્વચા નો રંગ અત્યંત દુલ્લભ પથ્થર થી નિર્મિત છે.સાથે પ્રતિમા રામાયણ કાળ થી ચાર ઘટનાઓનું વિવરણ આપે છે. હનુમાનજીનો ચહેરો આકર્ષણ અને તેજ ધરાવે છે.જેનાથી લોકોમાં દિવ્યતા અને શાંતિનો અનુભવ થાય છે.

લાખો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે.મંદિરના પૂજારી પરિવારના પંડિત દીપક શર્મા જણાવે છે કે,ભગવાનની પૂરા કદની પ્રતિમા નવ ફૂટ ઊંચી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે.ભગવાનના ખભા પર શ્રીરામ અને લક્ષ્મણ છે,એક હાથમાં ગદા છે.

અને એક હાથમાં સંજીવની પર્વત છે.મંદિરમાં પ્રતિમા પથ્થર થી બનાવવામાં આવી છે.આ પ્રાચીન મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.દૂર દૂરથી લોકો હનુમાન દાદા ના દર્શન કરવા માટે આવે છે.આ પ્રતિમા રાજસ્થાનથી લાવવામાં આવી હતી.

300 વર્ષ પહેલા રાજસ્થાનના એક વેપારી બળદગાડામાં રાખીને હનુમાનજીની પ્રતિમા વેચવા માટે લઈ જતા હતા.ત્યારે આ પ્રતિમા જોઈને નગરવાસીઓ આશ્ચર્ય પામ્યા હતા,અને ત્યાંના રાજાએ તાત્કાલિક પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનું નિવેદન કર્યું હતું.

જેના પર રાજાએ સ્વયમ આવીને પ્રતિમાને નિહાળી અને વેપારીઓને ભાવ જણાવવા કહ્યું.ત્યારે તેમને પ્રતિમાને વેચવા માટે ના કહી દીધી.અને વેપારી ત્યાંથી રવાના થવાની તૈયારી કરી પરંતુ બળદ ગાડું પોતાના સ્થાનથી એક પણ ઇંચ હલ્યું ન હતું.

જેના પર રાજાએ હાથીને બોલાવીને પણ બળદ ગાડું ને ખેંચવા માટે જણાવ્યું હતું.પરંતુ બળદ ગાડું આગળ ન વધ્યું.જે બાદ છત્રપતિ હનુમાનજીનું મંદિર બનાવ્યું અને ત્યાં પ્રતિમાની સ્થાપના થઈ.આ મંદિરમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે.

હાલમાં મંદિરમાં પંડિત મધુસુદન શર્મા દ્વારા પૂજા કરવામાં આવી રહી છે.તેમની શ્રેષ્ઠ જાણકારી મુજબ,તેઓ પૂજા કરી રહેલા પરિવારના ચોથી પેઢીના પ્રતિનિધિ છે.તેમના કહેવા પ્રમાણે,પંડિત શ્રીરામ શર્માએ સૌપ્રથમ રજવાડાના સમયમાં મંદિરની પૂજા શરૂ કરી હતી.પંડિત શર્મા કહે છે કે ભગવાને પોતે જ તેમનું નિવાસસ્થાન પસંદ કર્યું હતું.બળદગાડાને આગળ લઈ જઈ શકાય તેમ ન હોવાથી અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

તેમણે એમ પણ જણાવ્યું કે પ્રતિમાનો રંગ ત્વચાનો કુદરતી છે અને તે સતત ચમકતો રહે છે.અહીં દિવસમાં ત્રણ વખત ભગવાનનું સ્વરૂપ બદલાય છે.સવારે જ્યાં ભગવાનના મુખ પર બાળપણ દેખાય છે,બપોરે યૌવનની ગંભીરતા જોવા મળે છે અને સાંજે વૃદ્ધાવસ્થાના દર્શન થાય છે.જેમાં ભગવાન વાલી જેવો દેખાય છે.પંડિત શર્માએ એમ પણ જણાવ્યું કે અહીં સાચા ભક્તો દ્વારા સાચા દિલથી ઈચ્છાઓ કરવામાં આવે છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »