પાલીતાણા તાલુકાના આદપુર ગામે પશુ ઘાસચારો ભરેલ ટ્રકમા આગ લાગી
પાલીતાણા તાલુકાના આદપુર ગામે પશુ ઘાસચારો ભરેલ ટ્રકમા આગ લાગી
ભાવનગરથી પાલીતાણાના આદપુર ગામે પશુ ઘાસચારો લેવા આવેલ ટ્રકમા આગ
આગ લાગવાની જાણ થતા ગામના સરપંચ ગોહિલ રાધવભાઇ તેમજ ગામલોકો ઘટના સ્થળે દોડી ગયેલ
આગને કાબુમા લેવા માટે ગામલોકો દ્વારા પાણી નાખવા છતા આગ કાબુમા ન આવતા તુરંત ફાઇર બ્રિગેડને જાણ કરવામા આવી ફાઇર બ્રિગેડ તરત જ ઘટના સ્થળે જઇ આગને કાબુમા લેવામા આવેલ
આગના કારણે ઘાસચારો બળીને ખાખ થઈ ગયો ફાઇર બ્રિગેડ તાત્કાલિક પહોચતા ટ્રકને કોઇ નુકશાન નહિ
મળતી માહિતી મુજબ ભાવનગરના ઇકબાલભાઇની ગાડી આદપુર ગામના ખેડુત પ્રવિણભાઇ ઝવેરભાઇ મકવાણા ત્યા ઘાસચારો લેવા આવેલ
આદપુર ગામના ગામજનો તેમજ સરપંચ ગોહિલ રાધવભાઇ દ્વારા સરાહનીય કામગીરી કરતા ટ્રકને કોઇ નુકશાની ન થતા ઇકબાઇએ ગામજનો અને સરપંચને મદદ કરવા બદલ આભારવક્ત કરેલ
રીપોટર-અશોક.આર.ચૌહાણ