રાણપુર તાલુકાના ઉમરાળા ગામ પાસે મોડી રાત્રે ચાલુ ગાડીમા લાગી આગ,ગાડીમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ

રાણપુર તાલુકાના ઉમરાળા ગામ પાસે મોડી રાત્રે ચાલુ ગાડીમા લાગી આગ,ગાડીમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામ પાસે મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ ડીઝાઈર ફોરવ્હીલર કાર માં મોડી રાત્રે ચાલુ ગાડી એ અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી.આ ગાડી પાળીયાદ થી રાણપુર બાજુ આવી રહી હતી ત્યારે ઉમરાળા ગામ પાસે આ ગાડી માં આગ લાગી હતી જોકે ગાડી ચાલક ની સમય સુચકતા ના લીધે ગાડી માં સવાર 3 લોકો નો આબાદ બચાવ થયો હતો.જોતજોતા માં જ ગાડી આખી સળગી ગઈ હતી.જોકે સદનશીબે કોઈ જાન હાની ન થતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો..

 

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »