રાણપુરમાં શ્રીમતિ શાંતાબેન મનુભાઈ શેઠના ૯૯ માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ માં પશુઓને ૨૧૦૦૦નો ખોળ,સસલાને ૫ કિલો લીલી કોથમીર,પંખીને ૧૦ કિલો દાળીયા નાખવામાં આવ્યા

 

બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષત્રે ખુબજ મોટુ યોગદાન આપનાર જતીનભાઈ શેઠ(મુંબઈ)ના માતૃશ્રી શ્રીમતી શાંતાબેન મનુભાઈ શેઠ સાંસ્કૃતિક ઓડીટોરીયમ ના દાતા શ્રીમતી શાંતાબેન શેઠ નો આજે ૯૯ માં જન્મદિવસની ઉજવણી કોરોના વાયરસની મહામારી વચ્ચે સાદાઈથી કરવામાં આવી.શ્રી મનુભાઈ એ શેઠ ઇંગ્લિશ મીડીયમ સ્કુલમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા ના હસ્તે દીપ પ્રગટાવી કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.અને શ્રીમતિ શાંતાબેન મનુભાઈ શેઠના જીવન વિશે શાળાના આચાર્ય દ્રારા ઉદબોધન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા તથા સભ્ય વામનભાઈ સોલંકી સહીત સ્કુલ ના શિક્ષક ગણની હાજરી માં જન્મદીવસ ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી.પોતાના માતૃશ્રી ના જન્મદિવસ નિમિત્તે જતીનભાઈ શેઠ પરિવાર મુંબઇ તરફ થી રાણપુર પાંજરાપોળ માં પશુઓને ૨૧૦૦૦ હજાર નો ખોળ,સસલાંઓને ૫ કિલો લીલી કોથમીર,પંખીઓ ને ૧૦ કિલો દાળીયા નાખવામાં આવ્યા હતા…

 

તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »