સિહોરના સહજાનંદ સેવા શિક્ષા ભવન ખાતે સ્વર્ગસ્થ નેહાબેનના પુણ્યતિથિ નિમિતે વિશિષ્ઠ રીતે ઉજવણી સાથે ગુજરાત કક્ષાએ સામાજિક સેવાકીય સંસ્થા તરીકે પ્રસિદ્ધ એવી ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

સુરત (બ્રાન્ચ સિહોર)નું સેવાકીય પ્રવૃત્તિઓ માટે સન્માનપત્ર ચાંદીનો સિક્કો તેમજ ભગવાનના મંત્ર. યંત્ર અર્પણ કરી સનમાન કરાયું. આજરોજ 31 ડિસેમ્બરના રોજ સિહોર ખાતે સ્વામિનારયણનાં સેવા કેન્દ્રમાં ખૂબ ધાધૂમથી ઉજવવામાં આવી…….

જન સેવા જીવ દયા અને સમાજસેવાની વિવિઘ પ્રવુતિઓ કરતી નાની મોટી સંસ્થા ઓને દાતા પરિવારના પરેશભાઈ અને વિમલભાઈ પ્રવીણભાઈ જોગીયા પરિવાર તરફથી સમૃતિભેટ અને સન્માનપત્ર આપીને બિરદાવવામાં આવેલ બાળ સેવકોને પણ ભગવાન નીલકંઠવર્ણીની મૂર્તિ અને ચાંદીના સિક્કા આપી રાજી કરવામાં આવ્યા…ચી.નિશ્વાના જન્મદિવસ નિમિતે હાર્દિકભાઈ કેશવભાઈ નાવડિયા સુરત તરફ થી દીકરીઓને કટલેરી ઓની કીટ અર્પણ કરવામાં આવી હતી. દરેક વર્ષે પોતાની સ્વર્ગસ્થ બેનની પુણ્યતિથિ વિશિષ્ઠ રીતે ઉજવતા બન્ને ભાઈઓ પરેશભાઈ વિમલભાઈ એ પોતાના પરીવાર જનોને પણ સ્મૃતિ ભેટ આપી હતી

સિહોર એટલે છોટે કાશી…સંતોની તપોભૂમિ સ સાધના ભૂમિ હોય આ પ્રસગે પ.પુ. હરીબાપુ (હરિઓમ વૃદ્ધા શ્રમ =નેસડા)ના અધ્યક્ષ સ્થાને તેમજ પ.પૂ. શાસ્ત્રીજી ભોળાનાથ જી મહારાજ( વરતેજ).ટેમજોપ.પૂ. અશોક ગિરિબાપુ (બાલા હનુમાનજી)ની આશીર્વાદ સાથે તેમજ વિવિધ મહાનુભાવો અતિથિઓ શ્રેષ્ઠીઓની ઉપસ્થીતમાં દર વર્ષે પોતાની સ્વર્ગસ્થ વ્હાલસોયી લાડકડી બેન નેહબેનની પુણ્યતિથિ વિશિષ્ઠ રીતે ઉજવતા બન્ને ભાઈઓ પરેશ ભાઈ તથા વિમલભાઈ એ પોતાના પરિવારજનો સાથે ઉજવવામાં આવેલ આ સાથે દરેક સંસ્થાઓ એ પોતાના કાર્યો અને સેવાઓનો પરિચય આપ્યો હતો આ તકે દરેક સેવાભાવી સંસ્થાઓ એ પરસ્પર હળીમળીને સમાજ ઉત્કર્ષમાં પોતાનું યોગદાન આપવા સહમતી દર્શાવી હતી આ અંગે ગુજરાત કક્ષાએ સેવાકીય સંસ્થા તરીકે પ્રવુતિ કરતી ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત (બ્રાન્ચ સિહોર) નું સન્માન પત્ર તેમજ ચાંદી સિક્કા તેમજ ભગવાનનું યંત્ર મંત્ર આપી સંસ્થાનું ભાવભર્યું સનમાન કરવામાં આવેલ પ્રસંગે મહાનુભાવોઓ એ હૃદયસ્પર્શી વકતવ્ય આપ્યું હતું.. તેમજ આરોગ્ય નિદાન કેમ્પ હીત વેલનેશ સેન્ટર દ્વારા ડેમો કરાયો હતો.તેમજ નીજાનંદ સંસ્થા દ્વારા સ્પે.કોરોના ઉકાળો વિતરણ કરવામાં આવેલ આ અનોખો થર્ટીફર્સ્ટની પુણ્યતિથીને અનોખી રીતે ઉજવવામાં આવી હતી કાર્યક્રમના આયોજક સંચાલક સહજાનંદ શિક્ષા સેવા ભવનના અશોકભાઈ મકવાણાએ સંચાલન કર્યું હતું

 

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »