ખોડલ માઁ ની કૃપા થી જોવો આજ નુ રાશી ફળ

મેષ મનની મુરાદ મનમાં રહેતી લાગે, ધાર્યા કામમાં વિલંબ જણાય, ગૃહજીવનના પ્રશ્ન હલ થાય.

વૃષભ સામાજિક સંબંધો ઉપયોગી બને. વિદનને પાર કરી શકશો. સ્વજનથી મિલન, આરોગ્ય જળવાય.

મિથુન લાગણીઓ અને આવેશ પર કાબૂ રાખજો. અંગત સમસ્યા હલ કરી શકશો. સ્નેહી મિત્રની મદદ મળે.

કર્ક આદર્યા અધૂરા ન રહે તે માટે તકેદારી અને દેઢતા જરૂરી, કૌટુંબિક બાબતોથી પરેશાની અનુભવાય.

સિંહ કાર્ય સફળતા અને મૂંઝવણના નિરાકરણ માટે ઈશ્વર પરની શ્રદ્ધા ઉપરાંત પ્રચંડ પુરુષાર્થ જરૂરી સમજજો.

કન્યા મૂંઝવણભર્યા સંજોગો કે પ્રસંગોને આવતા જ અટકાવી લેજો. પ્રવાસ સફળ નીવડે, સ્નેહીથી મુલાકાત.

તુલા આપના ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. આર્થિક પ્રશ્ન ગૂંચવાતો બને. તબિયત જળવાય.

વૃશ્ચિક માનસિક સ્વસ્થતા ટકાવી શકશો. પ્રગતિકારક તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય ચિંતા દૂર થાય.

ધન આપની ધારણાઓ અવળી બનતી લાગે, ગૃહવિવાદ ટાળજો, ખર્ચનો પ્રસંગ, પ્રવાસ સફળ થાય.

મકર આપના વ્યવસાયિક કામકાજોને આગળ વધારી શકશો. ચિંતાનો હલ મળતો જણાય. આરોગ્ય ટકાવી શકશો.

કુંભ ધાર્મિક અને સામાજિક કાર્ય માટે સાનુકૂળતા, આવક વૃદ્ધિની તક સર્જાય, મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા.

મીન વિન અને રૂકાવટ જણાય, નાણાભીડનો હલ મળતો લાગે, મતભેદ ન જાગે તે જોજો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »