સાડી પહેરીને કબડ્ડી રમતી મહિલાઓને જોઈને લોકોએ કહ્યું, જૂઓ વિડિયો…..

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જે હાલમાં ચર્ચામાં છે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે,સાડી પહેરીને મહિલાઓ ખુબ જ શાનદાર રીતે કબડ્ડી રમી રહી છે. સોશિયલ મીડિયા પર મહિલાઓનો આ વિડીયો ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે.

વીડિયો જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ મહિલાઓના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ વીડિયો છત્તીસગઢ ઓલિમ્પિકનો છે,જેમાં મહિલાઓ સાડી પહેરીને કબડ્ડી રમતી જોવા મળી રહી છે.

વાસ્તવમાં,વાયરલ થઈ રહેલા કબડ્ડી મેચનો આ વીડિયો છત્તીસગઢ ઓલમ્પિકનો છે,જેનું ઉદ્ઘાટન ત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલે 6 ઓક્ટોબર,2022ના રોજ કર્યું હતું.વીડિયોમાં સાડી પહેરેલી મહિલાઓ કબડ્ડી રમતી વખતે ખૂબ જ ઉત્સાહથી એકબીજાને પડકાર આપતી જોવા મળી રહી છે.જણાવવામાં આવી રહ્યું છે કે આ ગેમનું આયોજન 6 ઓક્ટોબરથી 6 જાન્યુઆરી 2023 સુધી કરવામાં આવશે.

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી અવનીશ શરણ દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે,’હમ કીસી સે કમ નહીં!!! છત્તીસગઢિયા ઓલમ્પિકમાં મહિલા કબડ્ડી.આ વીડિયો ખુબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે.વીડિયોને અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »