સાબરકાંઠા ની બાળકોની બેંક છે વખાણવા લાયક,બાળકોને અભ્યાસ માટે આપે છે 3 કરોડ સુધીની લોન…..

રાષ્ટ્રીયકૃત બેંકો વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે,પરંતુ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં બાળકો પોતાની બેંકો ચલાવી રહ્યા છે. 2009માં શરૂ થયેલી આ બેંકમાં અત્યાર સુધીમાં 16,263 બાળકો જોડાયા છે.બાલ ગોપાલ બચત એન્ડ ધિરાણ (લોન) કો-ઓપરેટિવ સોસાયટી બેંકની સફળતા પાછળનું મુખ્ય કારણ ઊંચા વ્યાજના દર છે.

આમાં પૈસા જમા કરાવવા પર બાળકોને સારું વ્યાજ પણ મળે છે.જેના કારણે વધુને વધુ બાળકોને બચતની પ્રેરણા મળી રહી છે.વધુ ડિપાઝિટને કારણે આ બેંક પાસે હવે 4.82 કરોડની મૂડી છે. આ કારણે બેંક ત્રણ કરોડ રૂપિયા સુધીની લોન આપી શકે છે.

આ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અશ્વિન પટેલના જણાવ્યા મુજબ કોઈપણ બાળક જેની ઉંમર 0 થી 18 વર્ષ છે.તે આ બેંકમાં ખાતું ખોલાવી શકે છે.આ માટે તેમના માતા-પિતાને 110 રૂપિયા સભ્યપદ તરીકે ચૂકવવા પડશે.આ પછી તેમને પિગી બેંક (લોક સાથેનું બૉક્સ) આપવામાં આવે છે.તેમા બાળકો તેમની બચત રાખે છે.પાંચ વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર,તેમને બચત વિશે કહેવામાં આવે છે.બાળકો ઘરે આવતા મહેમાનો પાસેથી મળેલા પૈસા પણ પિગી બેંકમાં રાખે છે.એક મહિનામાં બેંકનો એક પ્રતિનિધિ મુલાકાત લે છે,જેની હાજરીમાં પિગી બેંક ખોલવામાં આવે છે.તેમાં પડેલા પૈસા લઈને બાળકને તેની રસીદ આપવામાં આવે છે.તે તમામ રૂપિયા બેંકમાં જમા થાય છે.18 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી બાળકો તેમનું ભંડોળ ઉપાડી શકે છે. તેઓ આ નાણાંનો ઉપયોગ શિક્ષણ, વ્યવસાય અને વાહન ખરીદવા માટે કરી શકે છે.

આ અનોખી બેંકમાં ખાતા ધરાવતા બાળકોમાં મોટાભાગના મધ્યમ વર્ગમાંથી આવે છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 321 ગામોના બાળકો આ બેંક સાથે જોડાયેલા છે. બેંક દ્વારા બાળકોને પૈસાની બચત ઉપરાંત વીજળી અને અન્ય વસ્તુઓની બચત માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલું જ નહીં, બાળકોને ધૂમ્રપાન, પાન મસાલાનું સેવન ન કરવા અને પૈસા બચાવવા માટે કહેવામાં આવે છે.

બાળકોની આ બેંક સામાન્ય લોકોને 50,000 રૂપિયા સુધીની લોન આપે છે.આ લોન પ્રાણીઓની ખરીદી માટે અથવા નાના પ્રોવિઝન સ્ટોર્સ અને વ્યવસાયો માટે આપવામાં આવે છે.બેંકે લોન આપીને અત્યાર સુધીમાં વર્ષ 2021-22માં 47.47 લાખ રૂપિયાનો નફો કર્યો છે.બેંકના સંચાલનની જવાબદારી પુખ્ત વયના બાળકોની રહે છે.બેંકના કુલ ખાતાધારકો 16,263 બાળકોમાંથી 3000 બાળકો હવે પુખ્ત થઈ ગયા છે.તેઓ તેમના ભંડોળ ઉપાડવામાં યોગ્ય થઈ ગયા છે.કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અશ્વિન પટેલના જણાવ્યા મુજબ બેંક સારી આદતોને પ્રોત્સાહન આપી રહી છે.જેના કારણે અત્યાર સુધીમાં 3000 પરિવારોએ તમાકુ છોડી દીધી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »