ઝૂંપડીમાં દુકાન ધરાવતાં દુકાનદારની દીકરીએ IAS બનીને કર્યું પિતાનું નામ રોશન,અથાગ પરિશ્રમ કરીને મેળવી સફળતા..
જીવનમાં સફળતા તેને જ મળે છે જેના હોંસલા મજબુત હોય અને કંઈક કરવાનું ઝનુન સવાર હોય.હા,જો માણસ મહેનત કરે તો તેના માટે કઈ જ મુશ્કેલ નથી.
ઘણીવાર જોવા મળ્યું છે કે સુખ- સુવિધાઓથી સંપન્ન નવયુવાન પણ પોતાના જીવનમાં સફળતાના શિખર સુધી નથી પહોંચી શકતા પરંતુ પ્રાથમિક જરુરિયાતોથી વંચિતો પણ ઘણીવાર પોતાના દ્રઢ સંકલ્પોની સાથે કંઈક એવું કરી બતાવે છે,જેનાથી દુનિયાભરમાં તેમનું નામ ગુંજવા લાગે છે.
તેવા ઘણા લોકો છે જે દરેક પ્રકારની તકલીફોને વીંધીને કારકિર્દીમાં બુલંદી હાંસલ કરે છે.આજે અમે તમને એક એવું જ જીવતું જાગતું ઉદાહરણ આપવા જઈ રહ્યા છીએ.અમે તમને દેશની એક એવી દીકરી અંગે જાણકારી આપવાના છીએ,જેણે વગર કોચિંગે પોતાના જોરે યુપીએસસીની પરીક્ષામાં ટોપ કર્યું છે.
એટલું જ નહીં પરંતુ આ છોકરી અગાઉ પણ ગોલ્ડ મેડલ જીતીને સફળતાને પામી ચુકેલી છે.યુપીએસસીની પરીક્ષા અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે,જેમાં લોકો એકવાર સફળતા મેળવવા માટે તરસતા હોય છે.તો કેટલાક લોકો તો એવા હોય છે જ કે જે આકરી મહેનતના અંતે આ મુકામ સુધી પહોંચી જાય છે.
અમે તમને જે છોકરી અંગે જાણકારી આપી રહ્યા છીએ તેનું નામ નમામી બંસલ છે,જેણે વર્ષ ૨૦૧૭ માં ઉત્તરાખંડ યુપીએસસીમાં ટોપ કરીને તેના પિતાનું માન વધાર્યું છે.તમને જણાવી દઈએ કે નમામિ બંસલ લાજપત રાય માર્ગ,ઋષિકેશની નિવાસી છે.તેના પિતા રાજકુમાર બંસલની ઋષિકેશમાં જ વાસણોની દુકાન છે.એક દિવસ જયારે તેમની પાસે ફોન આવ્યો કે તેમની દીકરી આઈ.એ.એસ. ની પરીક્ષામાં પાસ થઇ ગઈ તો તેમના આનંદનો પાર ના રહ્યો.
નમામિ બંસલે પોતાના પ્રાથમિક સ્તરથી લઈને ઇન્ટર સુધીનું શિક્ષણ એનડીએસ ગુમાનીવાલાથી મેળવ્યું હતું.દસમાં ધોરણમાં તેમને ૯૨.૪ ટકા આવ્યા હતા અને ઇન્ટરમાં તેમને ૯૪.૮ ટકા આવ્યા હતા.સ્કુલમાં તે ભણવામાં ઘણી હોંશિયાર હતી.આટલું સારું પરિણામ લાવીને તેણે ઋષિકેશનું નામ રોશન કર્યું.
નમામિ બંસલે બીએસ અર્થશાસ્ત્ર ઓનર્સ લેડી શ્રી રામ કોલેજ દિલ્લી અને એમ.એ.ઓપન યુનિવર્સીટી હલ્દ્વાનીથી અર્થશાસ્ત્ર વિષયમાં કર્યું છે.તમને જણાવી દઈએ કે એમ.એ. માં ઓપન યુનિવર્સીટીમાં નમામિ બંસલ ટોપર રહી છે.
નમામિને રાજ્યપાલ કે.કે. પોલે ૧૭ એપ્રિલ, ૨૦૧૭ એ ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યા હતા.વાતચીત દરમિયાન નમામિ બંસલે જણાવ્યું હતું કે પરીક્ષા પાસ કરવા માટે તેમણે કોઇપણ પ્રકારનું કોચિંગ નથી લીધું.ઈન્ટરનેટની મદદથી તેમણે વિષયોની તૈયારી કરી હતી.પોતાના દમ પર તેમણે પરીક્ષા પાસ કરી છે.
નમામિ બંસલનું એવું કહેવું છે કે જો પરીક્ષાની તૈયારી માટે ઈન્ટરનેટનો સાચો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જાણકારીઓ ભેગી કરી શકાય છે.કોચિંગ અને પુસ્તકોથી સારી જાણકારી ઈન્ટરનેટ પર પ્રાપ્ત થઇ શકે છે.નમામિ બંસલે ઈન્ટરનેટને જ ભણવાનું સારું માધ્યમ જણાવ્યું છે.જણાવી દઈએ કે તીર્થ નગરી સ્થિત લાલા લજપતરાય માર્ગની નિવાસી નમામિ બંસલે યુપીએસસી ની સિવિલ પરીક્ષા ૨૦૧૬ માં ૧૭ માં રેન્ક સાથે હાંસલ કરી છે.
નમામિ બંસલે પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે અસફળતા મળવાની સ્થિતિમાં તેઓ પોતાની ધીરજ ના ગુમાવે.પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખે.જો તમે પરીક્ષામાં સફળ થવા માંગો છો તો ધૈર્ય,મહેનત અને પોતાના પર વિશ્વાસ હોવો ખુબ જ જરૂરી