ઉમરાળા C.H.C. ખાતે પ્રથમ તબક્કા અંતર્ગત કોરોના વેકસીન મૂકવામાં આવી
તાલુકા મથક સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ તબક્કામાં કોરોના વેકસીન મૂકવામાં આવી હતી. રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ત્રણ દિવસ દરમ્યાન તાલુકા પંચાયત,મામલતદાર કચેરી અને પ્રાથમિક શાળાના શિક્ષકોએ વૈશ્વિક મહામારીના રામબાણ ઈલાજ સમાન રસીનો લાભ લીધો હતો આજે ત્રીજા દિવસે
તાલુકા પંચાયત,જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી સંદર્ભે આયોજિત તાલીમ વર્ગમાં ઉપસ્થિત તાલુકાના વિવિધ ગામમાંથી આવેલ શિક્ષક મિત્રોએ તાલીમની સાથો સાથ રસીકરણ સેવાનો લાભ લીધો હતો અત્યાર સુધીમાં જેટલા કર્મચારીઓએ રસી મૂકાવી છે તેમાંથી કોઈને આડઅસર થઈ નથી તે રસીનું જમા પાસું ગણી શકાય. C.H.C. સ્ટાફ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યો છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા