ભારતના સ્વપ્નદ્રષ્ટા એપીજે અબ્દુલ કલામ સાહેબનુ સ્વપ્ન હતુ કે ભારતમાં ઉર્જા ક્રાંતિ આવે
પરવાળા ગામે એમ.સી.એલ. દ્વારા બાયો સી.એન.જી. પ્લાન્ટનુ ભૂમિપૂજન કરાયુ
ભારતના સ્વપ્નદ્રષ્ટા એપીજે અબ્દુલ કલામ સાહેબનુ સ્વપ્ન હતુ કે ભારતમાં ઉર્જા ક્રાંતિ આવે
ઉમરાળા તાલુકાના પરવાળા ગામે મીરા ક્લીન ફ્યુલ્સ પ્રા.લી. અંતર્ગત ગોપી ક્લીન ફ્યુલ્સ પ્રા.લી.દ્વારા બાયો સીએનજી. પ્લાન્ટની સ્થાપના થઇ રહી છે તેમનુ ભૂમિ પૂજન કરવામાં આવ્યુ
આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ માનનીય એપીજે અબ્દુલ કલામ સાહેબનુ સ્વપ્ન હતુ કે આપણા દેશમાં ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ આવે આપણો આજે ભારત દેશમાં 98% ફ્યુલ્સ વિદેશોમાંથી આયાત કરે છે જેનાથી ભારત દેશનુ હૂંડિયામણ વિદેશોમાં ચાલ્યુ જાય છે જેનાથી પ્રભાવિત થઈ ને કલામ સાહેબે ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જીને ભારતને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન જોયેલ જેને સાકાર કરવા મીરા ક્લીન ફ્યુલ્સ પ્રા.લી. સમગ્ર ભારતમાં એકી સાથે 100 જેટલા પ્રોજેક્ટનુ ખાત મુહૂર્ત કરી ભૂમિપૂજન કરવામાં આવેલ છે
ભાગ રૂપે ગુજરાતમાં સાત પ્રોજેક્ટનુ ભૂમિપૂજન કરેલ છે આ ક્રાંતિનો ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાનો નાનામાં નાનો ખેડૂત પણ આ પ્રોજેક્ટમાં જોડાય જેથી તેની આર્થિક સધ્ધરતા વધે ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો વધે તેમજ પર્યાવરણની સાથે રાસાયણિક ખેતીના બદલે ખેડૂતો જેવિક ખેતી તરફ વળે કંપની આ ઉદેશ સાથે એમ.વી.પી.ગ્રામ પરિ યોજના અંતર્ગત પર્યાવરણ સામાજીક આર્થિક રોજગાર લક્ષી ક્રાંતિ સાથે ઉર્જામાં પણ આત્મનિર્ભર બને એવો શુભ આશ્ય છે આવાજ શુભ આશ્ય સાથે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ગોપી ક્લીન ફ્યુલ્સ પ્રા.લી.નામથી ખાત મુહૂર્ત કરવામાં આવેલ આ તકે કંપનીના ડાયરેક્ટર જગદીશભાઈ કળથીયા, ઘનશ્યામભાઈ કાજાવદરા, ભીમજીભાઈ મિયાણી, એમ.સી.એલ.કંપનીના બીડીઈ.ભરતભાઇ પાચાણી, પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ આહીર, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા,જી.આઇ.ડી.સી. ડાયરેક્ટર પેથાભાઈ આહીર, ઉમરાળા તાલુકા વિકાસ અધિકારી જી.જી.ગોહિલ, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ભીંગરાડીયા, શશીકાંતભાઈ ભોજ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનુ સંચાલન મેંદરડા સ્થિત કંપનીના દીપકભાઈ બલદાણીયા દ્વારા કરવામાં આવેલ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા