ગુજરાત પોલીસના કોન્સ્ટેબલની અનોખી કંકોતરી,અમરેલી જિલ્લાના આ અધિકારી એ પોતાનાં લગ્ન કંકોતરી માં લખાવ્યું અનોખું લખાણ….

લગ્નને અનોખા બનાવવા માટે આજકાલના લોકો પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે,પરંતુ અમરેલી પોલીસમાં ફરજ બજાવતા યુવાન-યુવતી લગ્નગ્રંથીએ જોડાવા માટે જઈ રહ્યા છે. ત્યારે તેમણે એક અનોખી પહેલ કરી છે.હાલ સાઇબર ક્રાઇમના ગુના સતત વધી રહ્યા છે.ત્યારે આ બધાથી કઈ રીતે બચી શકાય તે માટેની ડિજિટલ કંકોત્રી તૈયાર કરી અને એક નવો જ ચીલો ચિતર્યો છે.

આજના જમાનામાં સાયબર ક્રાઈમ અંગે ફરિયાદો વધી રહી છે.ત્યારે સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ગુજરાત સરકારનું જનજાગૃતિ અભિયાન વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા હેતુથી એક અનોખી કંકોત્રી તૈયાર કરવામાં આવી છે.

લગ્નને અનોખા બનાવવા માટે આજ કાલ લોકો અવનવી તરકીબ આજમાવતા હોય છે.પરંતુ અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે જઈ રહ્યો છે. ત્યારે તેમણે એક અનોખી પહેલ કરી છે.હાલ સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે.તો આ બધાથી કઈ રીતે બચી શકાય તે માટેની ડિજિટલ કંકોત્રી તૈયાર કરી એક નવો જ ચીલો ચીતર્યો છે.ત્યારે શું છે કંકોત્રીની વિશેષતા તે પણ જોઇએ.

સામાન્ય રીતે લગ્નની કંકોત્રી બે–ચાર પનાની હોય છે.પરંતુ અમરેલીના પોલીસ કપલે 27 પાનાની અનોખી કંકોત્રી બનાવી છે.આ કંકોત્રી આજીવન સાચવી રાખવા જેવી કંકોત્રી આ કપલે બનાવી છે.નયનકુમાર સાવલિયા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવે છે આ સાથે અમરેલી હેડ ક્વાર્ટરમાં તેમની વાગ્દાતા તારા પણ પોલીસ કર્મી છે.

આ કપલે મળી અનોખી કંકોત્રી બનાવી છે.જેમાં સાયબર ક્રાઇમ અંગે લોકો સુધી જાગૃતિ પહોંચે તે હેતુથી કંકોત્રીના 24 પાનામાં સાયબર ક્રાઇમને લગતી બધી માહિતી દર્શાવવામાં આવી છે આ અનોખી કંકોત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે અને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ આ કંકોત્રી વાઇરલ થઈ રહી છે.

નયન સાવલિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે,આ કંકોત્રી તેના દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિને લગતી માહિતી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સાયબર ક્રાઇમના ભોગ બનતા કઈ રીતે અટકાવી શકાય? તેની માહિતી આપવામાં આવી છે.આ ઉપરાંત લોકો ભારતીય સંસ્કૃતિ ભૂલી જતા જૂનો પહેરવેશ ભૂલી ગયા છે,તેમને લઈને પરંપરાગત પહેરવેશમાં પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે જે ફોટોગ્રાફને પણ કંકોત્રીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »