એક બ્રાહ્મણ પુત્ર હોવા છતાં પરશુરામમાં કેમ હતા ક્ષત્રિયના ગુણ? જાણો….
હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના મુખ્ય અવતારોમાંથી એક છે.ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજના થયો હતો. પ્રતિ વર્ષ ભગવાન પરશુરામ જયંતી હિન્દુ ધર્માવલંબીઓ દ્વારા વધારે ધામધૂમથી મનાવવામાં આવે છે.
પરશુરામ બ્રાહ્મણ પુત્ર હતા,છતાં પણ તેમનામાં ક્ષત્રિયના ગુણ કેમ હતા?જવાબ જાણવા માટે વાંચો પૌરાણિક પ્રસંગ. એ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવાન પરશુરામ એક બ્રાહ્મણ હતા.પરંતુ આચરણ તેનું ક્ષત્રિયો જેવું હતું. બ્રાહ્મણ પુત્ર હોવા છતાં પણ પરશુરામમાં ક્ષત્રિયોના ગુણ કેમ હતા,તેનો જવાબ જાણવા માટે વાચો આ પૌરાણીક પ્રસંગ.
મહર્ષિ ભૃગુના પુત્ર ઋચીકના લગ્ન રાજા ગાધીની પુત્રી સત્યવાદી સાથે થયા હતા.લગ્ન પછી સત્યવાદીએ તેના સાસરિય મહર્ષિ ભૃગુ સાથે તેના અને તેના માતા માટે પુત્રની યાચના કરી.ત્યારે મહર્ષિ ભૃગુએ સત્યવાદીને બે ફળ આપ્યા અને કહ્યું કે ઋતુ સ્નાન પછી તમે ગુલરના વૃક્ષનું તથા તમારી માતાને પીપળાના વૃક્ષને આલિંગન કર્યા પછી તે ફળ ખાઈ લેવું.
પરંતુ સત્યવાદી અને તેની માં એ ભૂલવશ એ કામમાં ભૂલ કરી દીધી.તે વાત મહર્ષિ ભૃગુને ખબર પડી.ત્યારે તેમણે સત્યવતીને કહ્યું કે તે ખોટા વૃક્ષને આલિંગન કર્યું છે.એટલા માટે તારો પુત્ર બ્રાહ્મણ હોવા છતાં પણ ક્ષત્રીય ગુણ વાળું રહેશે અને તારી માતાનો પુત્ર ક્ષત્રીય હોવા છતાં પણ બ્રાહ્મણો જેવું આચરણ કરશે.
ત્યારે સત્યવાદીએ મહર્ષિ ભૃગુને પ્રાર્થના કરી કે મારો પુત્ર ક્ષત્રીય ગુણ વાળો ભલે હોય પણ મારો પુત્ર (પુત્રનો પુત્ર) એવો થાય.મહર્ષિ ભૃગુએ કહ્યું કે એવું જ થશે.થોડા સમય પછી જમદગ્રી મુનીએ સત્યવતીના ગર્ભમાં જન્મ લીધો.તેનું આચરણ ઋષિઓ સમાન જ હતું.તેના લગ્ન રેણુકા સાથે થયા. મુની જનદગ્રીને ચાર પુત્ર થયા.તેમાંથી પરશુરામ ચોથા હતા. આ રીતે એક ભૂલને કારણે ભગવાન પરશુરામનો સ્વભાવ ક્ષત્રિયો જેવો હતો.