મનમાં ધારો તે મનોકામના પૂર્ણ કરતાં રાજપરા ના માં ખોડલનો જાણી લ્યો આ ઇતિહાસ,એક્વાર જરૂર લખો માં ખોડલ…..
ભાવનગરની જૂની રાજધાની સિહોરથી 7 થી 8 કિ.મી.ના અંતરે જગપ્રસિધ્ધ રાજપરાવાળા ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે.અહીં ખોડિયાર માઁ ડુંગરોની હારમાળા અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે.જ્યાં સાક્ષાત ખોડિયાર માતાના બેસણા છે તેવા લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર રાજપરા ખોડિયાર મંદિરનો ઈતિહાસ ઘણો જૂનો છે.
તાંતણિયા ધરાવાળા માઁ ખોડલનું જન્મસ્થાન રોહિશાળા ગામ છે.પરંતુ તેમના બેસણાં સિહોર નજીકના રાજપરા ગામે તાંતણિયો ધરા ખાતે છે,એટલે રાજપરા ખોડિયાર માઁને તાતણિયા ધરાવાળા ખોડલ તરીકે પણ ઓળખાય છે.સંત, શૂરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડમાં ખોડિયાર માતાજી હાજરા હજૂર દેવી છે.રાજપરા ખોડિયાર મંદિર સાથે જોડાયેલી કથા મુજબ તે ભાવનગરના રાજવી મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાના ભક્ત હતા.
તેમણે ખોડિયાર માતાજીને પોતાની એ સમયની રાજધાનીમાં બેસણા કરવાનું આવવાની વિનંતી કરી તો માતાજીએ પ્રસન્ન થઈ સ્વપ્નમાં આવી ભક્તરાજાની વિનંતી સ્વીકારી સાથે માતાજીએ એવી શરત પણ મુકી કે,હું પાછળ આવું છું તમે પાછું વાળીને જોતા નહિં,પાછું વાળી જોશો તો હું ત્યાં જ રહિશ.ખોડિયાર માતાજીએ લીધેલા વચન બાદ મહારાજા તેમના સૈનિકો,ઘોડસવારો સાથે આગળ ધપી રહ્યા હતા.ત્યાં રાજપરા ગામની તે કુદરતી સૌંદર્ય માતાજીને પસંદ પડી ગયું અને આજે જ્યાં મંદિર છે ત્યાં માતાજીએ રથનો આવજ ક્ષણભર માટે બંધ કરી રથ થંભાવી દીધો હતો.જેથી મહારાજાએ પાછું વાળીને જોતા ખોડિયાર માઁ વચન મુજબ કાયમ માટે અહીં રોકાય ગયા હતા.
ત્યારબાદ મહારાજાએ રાજપરા મુકામે માતાજીન સ્થાપના કરી બાદમાં ભાવસિંહજી ગોહિલે 1914 આસપાસ મંદિરનું સમારકામ કરાવી માતાજીને સોનાનું છત્તર ચડાવ્યું બાદમાં પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ માતાજીનું હાલનું મંદિર બનાવ્યું હતું.રાજવી પરિવારને માઁ ખોડલ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હોવાને કારણે જ કુળદેવી ચામુંડા માઁ હોવા છતાં સહાયક કુળદેવી તરીકે ખોડિયાર માતાજીનું આજે પણ રાજવી પરિવાર પૂજન કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે અહી મંદિરમાં ભક્તો ભાવથી અને શ્ર્ધાથી દૈવીય શક્તિ ના ચરણ માં માથુ નમાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આવા કળયુગમાં પણ ભગવાનના પરચા જોવા મળે છે.આપણે અહી આવાજ એક મંદિર વિશે વાત કરવાની છે કે જે લોકોમાટે આસ્થાનું કેન્દ્ર છે. અને મંદિર ના અનેક પરચા પણ છે આપણે અહી ખોડીયાર માતાજી ના મંદિર વિશે વાત કરવાની છે.કે જે ભાવનગર ના રાજપરા માં આવેલ છે.
આપણે અહી જાણશું કે કઈ રીતે માતાજીએ તેમના ભાઈનો જીવ બચાવ્યો હતો.જણાવી દઈએ કે માતાજી ચારણ હતા ખોડીયાર માતાજી નું સાચું નામ જાનબાઈ છે.તેમના પિતાનું નામ મામડીયા જયારે માતા નું નામ દેવળબા હતું આપણે સૌ જાણીએ છીએ કે ખોડીયાર માતાજી સાત બહેન અને એક ભાઈ હતા તેમના ભાઈ નું નામ મેરખીયા હતું.એક વખત માતાજીના ભાઈને સાપ કરડ્યો હતો જેના કારણે પરિવાર ચિંતામાં હતો.
ત્યારે કોઈએ ખોડીયાર માં ને કહ્યું કે પાતાળ લોકમાં જે રાજા છે તેમની પાસે અમૃત છે.માટે તે અમૃત સુરજ ઉગે તે પહેલા તેમના ભાઈને મળશે તો ભાઈ મેરખીયા નો જીવ બચી જશે. જે બાદ માતાજી પાતાળ લોક જઈને ભાઈના જીવને બચાવવા માટે અમૃત લેવા માટે ગયા.તેવામાં પરત ફરતી વેળાએ માં ને ઠેસ લાગી જે બાદ ચાલી ના શકતા માતાજીએ મગરની સવારી લીધી અને આજે પણ મગર માતાજીની સવારી માનવામાં આવે છે.આ સમયે માતાજી અમૃત લઈને આવ્યા ત્યારે તેઓ ખોડાતા ખોડાતા ચાલતા હતા જે બાદ જાનબાઈ માતાજીનું નામ ખોડીયાર માં પડ્યું.