દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેનો પરિવાર ભેશનું નહીં પણ ગુજરાતીના આ તબેલા ની ગાય નું દૂધ પીવે છે,1 લીટર નો ભાવ જાણી ને તમને પણ લાગશે નવાઈ..

દેશના જાણીતા અને દિગ્ગજ ઉદ્યોગપતિઓથી લઈને બોલિવૂડના દરેક કલાકાર તેમની ફિટનેસની ખૂબ કાળજી લે છે.આ લોકો તેમની ફિટનેસ સુધારવા માટે સારી અને મોંઘી ગુણવત્તાવાળા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે,પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણી,અમિતાભ બચ્ચન,સચિન તેંડુલકર,અક્ષય કુમાર જેવી મોટી હસ્તીઓ કઈ ડેરીનું દૂધ પીવે છે.જો નહીં,તો આજે અમે તમને જણાવીશું કે આ લોકો કોઈ મામૂલી દૂધ નહીં પરંતુ હાઇટેક ફાર્મનું દૂધ પીતા હોય છે.આ ડેરીના એક લિટર દૂધની કિંમત સામાન્ય દૂધ કરતા ઘણી વધારે હોય છે.

22 હજારથી વધારે છે ગ્રાહકો તમને જણાવી દઈએ કે ‘ભાગ્યલક્ષ્મી’ નામની ડેરી મહારાષ્ટ્રના પુણેમાં ચાલી રહી છે.આ ડેરીના ગ્રાહકોની યાદીમાં અંબાણી પરિવારની તમામ મોટી હસ્તીઓ શામેલ છે.‘ભાગ્યલક્ષ્મી’ ડેરી ગુજરાતી બિઝનેસમેન દેવેન્દ્ર શાહની કંપની પરાગ મિલ્ક ફૂડની માલિકીની છે.ભાગ્યલક્ષ્મી ડેરીના શરૂઆતમાં,આ ડેરીના ફક્ત 175 ગ્રાહકો હતા,પરંતુ ધીરે ધીરે તેમની સંખ્યા વધીને 22,000 થઈ ગઈ છે.હાલમાં આ ડેરીના એક લિટર દૂધની કિંમત 152 રૂપિયા છે.હાલ કંપનીનું સંચાલન દેવેન્દ્ર શાહ નાં દીકરી અક્ષાલી શાહ પણ સંભાળે થે.

દરરોજ મુંબઈમાં સપ્લાય થાય છે દૂધ ગુજરાતી બિઝનેસમેન દેવેન્દ્ર શાહની ડેરીનું દૂધ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પુરું પાડવામાં આવે છે.પુણેથી મુંબઇનું અંતર 163 કિમી છે,જે 3 કલાકમાં પૂર્ણ થાય છે.મુંબઈમાં આ ડેરીનું દૂધ પીનારા ઘણા ગ્રાહકો છે,જેના કારણે દરરોજ પુણેથી મુંબઇ સુધી દૂધ સપ્લાય કરવામાં આવે છે.આ ડેરીની ડિલિવરી વેન સવારે 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે દૂધ ગ્રાહકોના ઘરે પહોંચાડે છે.આ ઉપરાંત,દરેક ગ્રાહક પાસે ‘પ્રાઇડ ઓફ કાઉ’ માટે લોગ ઈન આઈડી છે.જેના પર તે ઓર્ડર બદલી અથવા રદ કરી શકે છે.ડિલિવરીની જગ્યા બદલી શકાય છે.

ગાયોને ROનું પાણી આપવામાં આવે છે આ સાથે આ ગાયોની વિશેષ કાળજી લેવામાં આવે છે.અહીં,ગાયો માટે રબર સાદડીઓ નાખવામાં આવી છે,જે દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત સાફ કરવામાં આવે છે.આ સાથે આ ગાયોને પીવા માટે ફક્ત આર.ઓ.નું પાણી આપવામાં આવે છે.તો,તેમને સોયાબીન,આલ્ફા ઘાસ,મોસમી શાકભાજી અને મકાઈનો ચારો ખાવા માટે આપવામાં આવે છે,અને આ ડેરીની વિશેષ બાબત એ છે કે અહીં 24 કલાકની ધીમા અવાજમાં સંગીત વગાડવામાં આવે છે.

મશીનોથી કરવામાં આવે છે દરેક કામ ભાગ્યલક્ષ્મી ડેરીની સૌથી વિશેષ વિશેષતા એ છે કે તેમાં કુલ 2000 ડચ હોલ્સ્ટિન જાતિની ગાય છે.આ ફાર્મ 26 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે અને દરરોજ 25,000 લિટર દૂધ ઉત્પાદન થાય છે.જણાવી દઈએ કે,દરરોજ સવારે બે હજાર ગાયનું દૂધ કાઢવામાં આવે છે અને અહીં તમામ કામગીરી મશીનો દ્વારા કરવામાં આવે છે.આ સાથે,આ ગાયનું દૂધ આપવાનું અને પેકિંગ કરવાથી લઈને તમામ કામ મશીનો દ્વારા કરવામાં આવે છે.

આગામી વર્ષોમાં માર્કેટમાં થશે વૃદ્ધિ ઈન્વેસ્ટર રિલેશનસ સોસાયટી દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર,વર્ષ આગામી વર્ષોમાં,આ દૂધની વધતી લોકપ્રિયતાને કારણે ડેરી માર્કેટ 140 અબજ ડોલર (9,08,670 કરોડ રૂપિયા) થઈ શકે છે.તો,2013માં,બજારની કિંમત લગભગ 70 મિલિયન ડોલર (4,54,335 કરોડ રૂપિયા) હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »