બંને પગે વિકલાંગ છે આ મહિલા શિક્ષક,વ્હીલચેરમાં બેસે છે છતાં પણ બાળકો ને રોજ શાળાએ ભણાવવા આવે છે,સાથે તેમણે કર્યું એક એવું કામ કે લોકો કરે છે વખાણ..

ચાણક્યે કહ્યું છે કે શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી,પ્રલય તથા નિર્માણ તેના ખોળામાં હોય છે.આજે તો શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે,પરંતુ હજી પણ કેટલાંક એવા શિક્ષકો છે,જે તન મન ધનથી શિક્ષણ આપે છે.વર્ષ 2019નો આવો જ કિસ્સો હાલમાં ચર્ચાનું કારણ બન્યો છે.આ કિસ્સો મધ્ય પ્રદેશનો છે.દિવ્યાંગ શિક્ષિકાએ પોતાની કરોડોની સંપત્તિ છ હોનહાર વિદ્યાર્થીઓને નામ કરી દીધી છે.શિક્ષિકા બંને પગથી લાચાર તથા હાડકાની ગંભીર બીમારીથી પીડાય છે.

ઈન્દોરની જબરન કોલોનીની મિડલ સ્કૂલમાં કાર્યરત 45 વર્ષીય શિક્ષિકા ચંદ્રકાંતા જેઠવાણી ઓસ્ટિ ઓજેનેસિસ ઈમપરફેક્ટા બીમારીથી પીડાય છે,જેમાં હાડકાં એ હદે નબળાં પડી જાય છે કે થોડો પણ ધક્કો વાગે તો તૂટી જાય છે.નાનપણથી જ તેઓ બંને પગથી દિવ્યાંગ છે,જોકે,સ્કૂલના બાળકોને હંમેશાં અભ્યાસ કરાવે છે.ચંદ્રકાંતા વિનય નગર સ્થિત મકાનમાં રહે છે.ઘરમાં પડી જવાને કારણે તેમના શરીરના 6 હાડકાં તૂટી ગયા.ત્યારબાદથી તેઓ સંપૂર્ણ રીતે બીજા પર નિર્ભર થઈ ગયા.પરિવારના અન્ય સભ્યોના મોતથી તેઓ ઘરમાં એકલા છે અને તેમને એ વાતનો ડર છે કે તેમને પણ કંઈક થઈ ગયું તો.

ચંદ્રકાંતાએ હાલમાં જ પોતાનું મકાન,અન્ય સંપત્તિ,બેંક બેલેન્સ પોતાની જ સ્કૂલના છ બાળકોના નામે કરી છે.દોઢ કરોડ રૂપિયાની સંપત્તિ માટે તેમણે રજિસ્ટ્રાર પાસે જઈને છ બાળકોના નામે કરવા માટે વસિયત બનાવી હતી.પરીક્ષામાં એ ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી,પાંચ મુસ્લિમ બાળકો તથા એક હિંદુ વિદ્યાર્થિની છે.તમામ બાળકો સગીર વયના થશે પછી તેમના હિસ્સાના પૈસા બેંકમાં જમા કરવામાં આવશે.

ચંદ્રકાંતાના પરિવારમાં માતા-પિતા તથા બે મોટા ભાઈ હતા. જોકે,તમામના કોઈકને કોઈક કારણોસર મોત થયા છે.મોટી બહેન ઉષા મુંબઈના ગુરુદ્વારામાં સેવા કરે છે.ચંદ્રકાંતા ઘરમાં એકલી જ છે.નોકર ઘરે આવીને ભોજન અને અન્ય કામ કરી જાય છે.બાથરૂમ જવાથી લઈ ભોજન કરવવા સુધી,તમામ કામોમાં કોઈની મદદની જરૂર પડે છે.

ચંદ્રકાંતા પોતાની રીતે ઊઠી પણ શકે તેમ નથી.જોકે,તો પણ તે સ્કૂલે જાય છે.ઘરની નોકરાણી વ્હલીચેર સહિત રીક્ષામાં બેસાડે છે.સ્કૂલમાં બે લોકો ઊતારે છે.દિવસ આખો વ્હીલચેર પર બેસીને ડ્યૂટી કરે છે.

ચંદ્રકાંતાએ કહ્યું હતું કે તે આત્મહત્યા કરી શકે તેમ નથી. કારણ કે તે લાખો લોકોની પ્રેરણા છે.વિપરિત પરિસ્થિતિમાં પણ તે જીવે છે.આ સાથે જ તેમણે દેહદાન તથા નેત્રદાનનું શપથપત્ર ભર્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »